ગાંધીનગર-

હાલમાં ગુજરાત રાજકારણમાં નવા ફેરફાર આવ્યા છે.નવા સીએમ,નવા મંત્રીઓએ પોતાનો કાર્યભાર સંભાળીને કામ કાજે લાગ્યા છે.ત્યારે સીએમ બન્યા બાદ ભુપેન્દ્ર પટેલ પ્રથમ વખત પીએમ મોદી મળવા દિલ્હી જઇ રહ્યા છે.મુખ્યમંત્રી બન્યા પછી આ તેમની પહેલી મુલાકાત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવી દિલ્લીમાં ઉપ રાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુને પણ મળશે અને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાની શુભેચ્છા મુલાકાત પણ લેશે.વળી, તેઓ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને પણ મળશે.

ભૂપેન્દ્ર પટેલે 13 સપ્ટેમ્બર, સોમવારના રોજ રાજભવનમાં શપથ ગ્રહણ કર્યા હતા.પીએમ મોદીને મળીને તેઓ મંત્રીમંડળના સભ્યોની કામગીરી વિશે માર્ગદર્શન મેળવશે. તમને જણાવી દઈએ કે સીએમ ભૂપેન્દ્ર પટેલે ગઈ કાલે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમવારે રાતે અમદાવાદ પાછા આવશે.