ટ્રેન ટિકિટ ૮ કલાક પહેલાં રદ કરાવશો તો જ રિફંડ મળશે: નિયમમાં ફેરફાર
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, માર્ચ 2026  |   1980

ભારતીય રેલવેએ ટિકિટ રદ કરવાના નિયમો બદલી નાખ્યા છે. હવે જાે કોઈ મુસાફર ટ્રેનના સમયથી ૮ કલાકથી ઓછા સમય પહેલા ટિકિટ રદ કરે છે, તો તેને કોઈ પૈસા પાછા મળશે નહીં. એટલે કે, જાે તમારી ટ્રેન સાંજે ૬ વાગ્યે છે, તો તમારે સવારે ૧૦ વાગ્યા પહેલા ટિકિટ રદ કરવી પડશે, તો જ રિફંડ મળશે.

પહેલા આ સમય ૪ કલાકનો હતો અને ત્યારે ૫૦% રિફંડ મળતું હતું. હવે સમય વધારીને ૮ કલાક કરવામાં આવ્યો છે, પરંતુ ૨૪ થી ૮ કલાકની વચ્ચે રદ કરવા પર હજુ પણ ૫૦% પૈસા જ પાછા મળશે. આ ઉપરાંત, હવે મુસાફરો ટ્રેન છૂટવાના ૩૦ મિનિટ પહેલા સુધી પોતાનું બોર્ડિંગ સ્ટેશન પણ બદલી શકે છે.

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે મંગળવારે જણાવ્યું હતું કે આ ફેરફાર એટલા માટે કરવામાં આવ્યો છે જેથી એજન્ટો અને દલાલો ટિકિટોનો સંગ્રહ ન કરી શકે. નવા નિયમો ૧ થી ૧૫ એપ્રિલ ૨૦૨૬ની વચ્ચે અલગ-અલગ તબક્કામાં લાગુ થશે.

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે દલાલોની પેટર્નને જાેતા આ બદલાવ કરવામાં આવ્યો છે. દલાલો અવારનવાર વધારાની ટિકિટ બુક કરી લેતા હતા અને ગ્રાહક ન મળવા પર ટ્રેન છૂટવાના બરાબર પહેલા કેન્સલ કરીને રિફંડ લઈ લેતા હતા. રિફંડના નિયમોને કડક

કરવાથી દલાલો દ્વારા ટિકિટોની ‘કોર્નરિંગ‘ (ટિકિટ દબાવી રાખવી) ઓછી થશે અને સામાન્ય યાત્રીઓને કન્ફર્મ ટિકિટ મળવાની સંભાવના વધશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution