વલસાડ,ખેરગામ ચીખલી અને વાંસદાના ગ્રામ્ય વિસ્તારમાંથી ખાનગી વાહનોમાં મજૂરી કરવા માટે લઈ જતા ખાનગી વાહન ચાલકોને અને મજૂરોને વલસાડ જિલ્લાની પોલીસ નવસારી જિલ્લાની સરહદ પર વગર કારણે કાયમી હેરાન પરેશાન કરી મેમો આપીને આર્થિક તેમજ માનસિક ત્રાસ આપતા ખાનગી વાહન ચાલકોએ ખેરગામ ચીખલી અને વાંસદા મતવિસ્તારના ધારાસભ્ય અનંતભાઈ પટેલને ખેરગામ ખાતે રજુઆત કરી હતી.આ બાબતે ધારાસભ્યએ વાહન ચાલકોને ઘટતું કરવા જણાવ્યું હતું.

દેશભરમાં ચાલી રહેલા કોરોના જેવા ગંભીર રોગથી લોકો પીડાય રહ્યા છે.લોકોને બે ટકનું ભોજન મેળવવા પણ ફાંફા પડી રહ્યા છે.ખાનગી કમ્પની કારખાનાઓ મજૂરી કરવા જતાં મજૂરો તેમજ નોકરિયાતો માટે જીવાદોરી સમાન એસ.ટી નિગમની બસ તેમજ રેલવે ટ્રેનો બંધ થતાં વાપી,વલસાડ,નવસારી,સુરત વિસ્તારોમાં આવતા ઉધગો થતા કારખાના ના નોકરિયાત મજૂર વર્ગોને જવા આવાની સરળતા પડી રહી એના માટે ગામનીજ ઇકો કાર વાન જેવી ખાનગી વાહનો ભાડે રાખી પેટનો ખાડો પુરવા માટે વલસાડ વાપી જેવા શહેરોમાં ખેરગામ,ચીખલી અને વાંસદાના ગ્રામ્યવિસ્તારોના બેરોજગાર યુવાનો જતા હોય છે.આવા સમયે વલસાડ-નવસારીની બોર્ડર પર પોલીસ કર્મીઓ દ્વારા વારંવાર મેમો આપી મોટો દંડ વસુલે છે.અને ઘણી વખત કોઈ મોટા બુટલેગરોને પકડતા હોય એવી રીતે પીછો પણ કરવામાં આવતો હોય છે.ત્યારે આ બાબતનું નિરાકરણ આવે તે માટે ખાનગી વાહન ચાલકો દ્વારા ખેરગામ ચીખલી અને વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલને ખેરગામ ખાતે રજુઆત કરવામાં આવી હતી.ત્યારે ખાનગી વાહન ચાલકોની રજુઆત સાંભળીને ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું.કે કોરોનાના સમયમાં સરકારી એસ.ટી બસો બંધ છે.સરકારે ગરબી મધ્યમવર્ગને મદદ કરવી જાેઈએ.

પોલીસ તંત્ર અપીલ ગ્રાહ્ય નહિ રાખેતો આંદોલન કરીશ  અનંત પટેલ

ખેરગામ ચીખલી અને વાંસદા મતવિસ્તારના ધારાસભ્ય અનંતભાઈ પટેલે જણાવ્યું હતું.કે ખેરગામ ચીખલી અને વાંસદાના ગ્રામવિસ્તારો માંથી વલસાડ જિલ્લાની જુદી જુદી કમ્પનીઓમાં ખાનગી વાહન માલિકો મજૂરોને મજૂરી માટે દરરોજ લઈ જાય અને લાવે છે.ખાનગી વાહનોને હેરાન કરવા માટે વલસાડ પોલીસ તંત્ર જ્યારે નવા નવા કાયદાઓ બતાવીને ખોટી રીતે મોટા ચલણ કાપે છે.ત્યારે વલસાડ પોલીસ તંત્ર હવે હેરાન ન કરે તે માટે શરૂઆત અમે વિનંતી કરીશું અને અમારી વિનંતીને ગ્રાહ્ય નહિ રાખશે તો ગાંધીચિધ્યા માર્ગે આંદોલન કરીશું.