રિપબ્લિકન પાર્ટી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં 10 બેઠકો પર ચૂંટણી લડશે: રામદાસ આઠવલે

કોલકાતા-

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે તમામ પક્ષો કમર કસી રહ્યા છે, અને રિપબ્લિકન પાર્ટી આમાં 10 બેઠકો પર લડશે, એમ કેન્દ્રીય સામાજિક ન્યાય રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ જણાવ્યું હતુ. આ પ્રસંગે રી પાર્ટીના પશ્ચિમ બંગાળના પ્રદેશ અધ્યક્ષ, મૃત્યુંજય મલિક હાજર રહ્યા હતા. આ વખતે મિસ ઇન્ડિયા મોડેલ છે, તે પાર્ટીમાં જોડાઈ હતી.

પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં, મુખ્યમંત્રી મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસનુ પાણીપત થશે, અને એનડીએ જંગી વિજય મેળવશે. પશ્ચિમ બંગાળમાં, ભાજપના નેતૃત્વવાળા એનડીએ ગઠબંધનને, આરપીઆઈનુ સમર્થન મળશે અને આરપીઆઈનો ભાજપ સાથે જોડાણ હશે. પશ્ચિમ બંગાળમાં ભાજપ-એનડીએ માટે જાહેર સમર્થન વધી રહ્યુ છે. તેથી મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસના પગ હેઠળની રેતી, સરકી રહી છે. તેવો રામદાસ આઠવલેએ, પોતનો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ ચૂંટણી પશ્ચિમ બંગાળમાં સરકારનુ પરિવર્તન લાવશે. રામદાસ આઠવલેએ જણાવ્યું હતું કે,' તેઓ ટૂંક સમયમાં આરપીઆઈ-ભાજપ જોડાણ અને પશ્ચિમ બંગાળના ભાજપ પ્રદેશ પ્રમુખ સાથે બેઠક વહેંચણી અંગે ચર્ચા કરશે.' રામદાસ આઠવલે કોલકાતાની મુલાકાતે હતા, ત્યારે કોલકાતા એરપોર્ટ પર એસસીએસટી કર્મચારી સંઘની ઓફિસનુ ઉદઘાટન કર્યું હતુ. ત્યાર બાદ, કોલકાતા પ્રેસ ક્લબ ખાતે પ્રધાનમંત્રી રોજગાર પ્રોત્સાહન યોજનાનુ ઉદઘાટન પણ તેમણે કર્યું હતુ.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution