અમદાવાદ
કોરોનાની બીજી લહેર ખુબ જ ભયંકર જોવા મળી હતી. જેમાં ઘણા લોકો એ તેમના મોભી અને સ્નેહી સ્વજનો ગુમાવ્યા છે. ત્યારે આજે વહેલી સવારે જ રાજયના રિટાયર્ડ DG તીર્થરાજનું નિધન થયું. તેઓ 1984ની બેચનાં IPS હતા. તેઓને હ્રદયરોગનો હુમલો જીવલેણ નીવડયાની શંકા જોવા મળી હતી તેમજ 62 વર્ષની વયે નિધન થતા IPS લોબી સ્તબ્ધ જોવા મળી રહી છે, તેમના અણધાર્યા નિધનથી પોલીસબેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે.
Loading ...