વિરપુર,તા.૧૨
વિરપુર તાલુકાના દાંતલા ગામના મુકેશભાઇ અમરાભાઇ ખાંટ આર્મીમાંથી નિવૃત્ત થઇ માદરે વતનમાં પરત ફરતાં વિરપુર ખાતે ડી.જે.ના તાલે બાઇક રેલી સાથે દાંતલા ગામની ફરતે પ્રદક્ષિણા કરી ગામના જવાનને સુમન અર્પણ કરી ત્યારબાદ ગામમાં બહેનો દ્વારા સામૈયા અને વાજતેગાજતે ‘વિરતિલક’ કરાયું હતું નિવૃત્ત જવાન મુકેશભાઇ ખાંટ પોતાની કારકિર્દીની શરુઆત આર્મીમાથી કરી ત્યારબાદ પોતાની કારકિર્દીના યશસ્વી ૨૨ વર્ષ દરમિયાન તેઓએ દેશની વિવિધ સરહદો પર મા ભારતીની રક્ષા કરી દેશસેવામાં ૨૨ વર્ષ પુરા કરી પોતાના માદરે વતન દાંતલા પરત ફરતાં ગ્રામજનો, સ્નેહીઓ, શાળા પરીવાર,, સામાજીક અને રાજકીય આગેવાનો દ્વારા ઉમળકાભેર ફુલહાર,સાલ,વિવિધ મોમેન્ટો આપી સન્માનિત કરી અભિનંદન આપ્યા હતા નિવૃત્ત આર્મીમેન મુકેશભાઇ ખાંટ પધારેલ દરેક લોકોનુ અભિવાદન ઝીલી સૌનો દિલથી આભાર વ્યકત કર્યો હતો....
Loading ...