રિયૂઝ પોલિસી
રાજીવનગર ખાતેથી ૈર્ંંઝ્રન્ તથા ઇૈંન્ને ૬૦ સ્ન્ડ્ઢ ટ્રીટેડ વેસ્ટ વોટર સપ્લાય કરવાની કામગીરી પુર્ણ કરી ૈર્ંંઝ્રન્ને ૨૧ સ્ન્ડ્ઢ સપ્લાય શરૂ કરાયો છે. જે પ્રોજેક્ટમાં પાલિકાને વાર્ષિક રૂ.૨૦ કરોડ જેટલી આવક થશે. વડોદરા જલ સંચય પ્રા. લી. દ્વારા છાણી જી્‌ઁ ખાતે ૪૨ સ્ન્ડ્ઢ ક્ષમતાનો પ્લાન્ટ બનાવી ય્જીહ્લઝ્ર, ય્છઝ્રન્ થતા ય્ૈંઁઝ્રન્ને ટ્રીટેડ વેસ્ટ વોટર સપ્લાય કરવાની કામગીરી ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે. આ પ્રોજક્ટથી પાલિકાને વાર્ષિક રૂ.૧૨ કરોડ જેટલી આવક થશે. તેની સાથે સાથે નંદેસરી ઈન્ડ્રસ્ટ્રીયલ એસો.ને ૨૫ સ્ન્ડ્ઢ ટ્રીટેડ વેસ્ટ વોટર સપ્લાય કરવાની કામગીરીનું પણ આયોજન કરાયું છે. જેનાથી પાલિકાને વાર્ષિક રૂ.૭ કરોડ જેટલી આવક થશે. હાલમાં પાલિકા દ્વારા ૩ થી ૫ સ્ન્ડ્ઢ ટ્રીટેડ વેસ્ટ વોટર શહેરનાં ગાર્ડનિંગ તેમજ સુવેઝ ક્લીનીંગ મશીનરીમાં ઉપયોગમાં લેવામાં આવે છે.

ઑનલાઇન સુવિધાઓમાં વધારો
વડોદરા શહેરના નાગરિકોને પાલિકા દ્વારા જુદી જુદી ૧૬ જેટલી સીટીઝન સેન્ટ્રીક સર્વિસીસ ઓનલાઇન આપવામાં આવી રહી છે. જેમાં પ્રોફેશનલ ટેક્સ, શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ, વ્હીકલ ટેક્સ, ટાઉન હોલ અને અતિથિ ગૃહનું બુકીંગ, પ્લેનેટોરિયમ અને ઝૂની ટિકિટ, સ્વિમિંગ પુલ, એનિમલ પોન્ડ લાઇસન્સ સહિતનો સમાવેશ થાય છે.તે ઉપરાંત સોશિયલ મીડિયા જેઅ કે ફેસબુક, ટિવટર (એક્સ) ઇન્સ્ટાગ્રામથી શહેરીજનોની ફરિયાદ લઈને, તેનો નિકાલ પણ કરાઈ રહ્યો છે. ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઈડલાઈન અનુસાર ગતિશક્તિ કાર્યક્રમ હેઠળ વડોદરા શહેરના વિવિધ ૪૨ જેટલા ય્ૈંજી લેયર્સ ઇન્ટીગ્રેટ કરવામાં આવેલ છે. જેમાં રોડ, વોટર, ડ્રેનેજ અને સ્ટ્રીટ લાઈટનો સમાવેશ કરાયો છે. ત્યારે હવે, નજીકના સમયમાં ટાઉન પ્લાનીંગ, સ્ટેમ્પ ડયુટી અને એમ.જી.વી.સી.એલ સાથે ઇન્ટીગ્રેશન કરવાનું પણ આયોજન આગામી વર્ષના બજેટમાં મુકવામાં આવ્યું છે.

અર્બન મોબિલિટી
પીએમ ઈ-બસ સેવાના માધ્યમથી ગ્રીન અને સસ્ટેનેબલ પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવા ઉપલબ્ધ કરાવાશે. આ યોજના હેઠળ શહેરમાં ૧૦૦ ઇલેક્ટ્રિક બસ કેન્દ્ર સરકાર તરફથી મળશે. જેની માટે શહેરમાં ત્રણ ઈ-બસ ડેપો તૈયાર કરાશે. ચાલુ નાણાકીય વર્ષમાં કુલ ૬ નવા આઇકોનિક બ્રિજ અંદાજે રૂ. ૩૮૬ કરોડના ખર્ચે બનાવવાનું આયોજન છે. ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ૩ આઈકોનિક ઓવર બ્રિજ રૂ. ૨૨૨ કરોડના ખર્ચે તૈયાર કરાશે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં તૈયાર થનાર રિંગ રોડ પર રૂ.૨૬૫ કરોડના ખર્ચે ત્રણ બ્રિજ બનાવાશે. શહેરના ૬૦ કિમીના રસ્તાઓના માળખાને રૂ.૨૪૧ કરોડના ખર્ચે વિસ્તરણ કરાશે. આ પૈકી નવીન સમાવિષ્ટ ગામો માટે ૧૬ કિમી રસ્તાઓ રૂ. ૬૧ કરોડના ખર્ચે તૈયાર કરાશે.

સુવેઝ વ્યવસ્થાપન
શહેરમાં ઉત્પન્ન થતાં ૪૪૦ સ્ન્ડ્ઢ સુવેઝ જનરેશન માટે કુલ પ૩૦ સ્ન્ડ્ઢ ક્ષમતાનાં ૧૨ જી્‌ઁ હાલ કાર્યરત છે. વર્ષ ૨૦૪૦માં ઉત્પન્ન થનાર ૭૩૮ સ્ન્ડ્ઢ સુવેઝ જનરેશનને ધ્યાને રાખી એસટીપીની ક્ષમતામાં વધારો કરી ૭૫૬ સ્ન્ડ્ઢ કરવાનું આયોજન કરાયું છે. પાછલા બે વર્ષ દરમિયાન વેમાલી, ભાયલી, છાણી અને કપુરાઈ ખાતે કુલ ૧૬૮ સ્ન્ડ્ઢ ક્ષમતાનાં જી્‌ઁ કાર્યરત કરાયા છે. તો બીજી તરફ તરસાલી, અટલાદરા અને ઊંડરા ખાતે કુલ ૨૦૫ સ્ન્ડ્ઢ ક્ષમતાના જી્‌ઁની કામગીરી પ્રગતિ હેઠળ છે. તેમજ શેરખી અને તરસાલી ખાતે ૧૫૦ સ્ન્ડ્ઢ ક્ષમતાના જી્‌ઁ બનાવવાની કામગીરી માટે હાલ ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે. તંત્ર દ્વારા સુવેઝના જીૈંઁ તેમજ નેટવર્કની વિવિધ કામગીરીઓને કારણે નદીમાં પ્રવેશતું ૨૧ સ્ન્ડ્ઢ સુવેઝ બંધ કરી જી્‌ઁમાં ટ્રીટમેન્ટ કરવાનું આયોજન છે.

વૉટર સપ્લાય ઈન્ફ્રાસ્ટ્રક્ચર
વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં શહેરના આઉટગ્રોથ વિસ્તારમાં કુલ રૂ. ૨૫૩ કરોડના પાણીના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વર્ક પુર્ણ થતાં ૧૦૦ ટકા કવરેજનું લક્ષ્યાંક મૂકવામાં આવ્યું છે. તેની સાથે સાથે સોર્સ ઇન્ટરલિંક થકી પાણીના સોર્સની વૈકલ્પીક વ્યવસ્થા પણ ઊભી કરાશે. તેમજ રાયકા, દોડકા, ફાજલપુર, પોઈચા ખાતે નવિન વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા પાણીની ટ્રીટમેન્ટ ક્ષમતામાં વધારો કરાશે. નિમેટા ખાતે કુલ ૧૫૦ કરોડના પ્રોજેક્ટ થકી સોર્સની ક્ષમતામાં વધારો કરાશે. વૈકલ્પીક વ્યવસ્થાના ભાગરૂપે નવિન ૬૦ ટ્યુબવેલ શરૂ કરવાનું આયોજન છે. શહેરની હયાત ચાર ટાંકી તોડી નવિન બનાવવાનું આયોજન કરાયું છે. જેમાં ગોરવા, અકોટા, તરસાલી અને પાણીગેટનો સમાવેશ કરાયો છે.
શહેરમાં ૪૬ સ્થળોએ અત્યાધુનિક ટોઈલેટ બનાવાશે
વડોદરા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સસ્ટેનેબલ સેનિટેશન સિટી એક્શન પ્લાન્ટ અંતર્ગત શહેરમાં ૪૬ સ્થળોએ અત્યાધુનિક ટોઈલેટ બનાવવાનું આયોજન કરાયું છે. આ માટે રૂા.૧૧ કરોડના ખર્ચનો અંદાજ છે. જેમાં કેન્દ્ર સરકાર રપ ટકા, રાજ્ય સરકાર ૧૬ ટકા અને ૫૯ ટકા ફાળો કોર્પોરેશને આપવાનો રહેશે.