મુંબઇ- 

ડ્રગ્સ કેસમાં સંડોવાયેલી અભિનેત્રી રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિકની ન્યાયિક કસ્ટડી 6 ઓક્ટોબર સુધી વધી ગઈ છે. રિયાને ૮ સપ્ટેમ્બરના રોજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ તેને 22 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. દરમિયાન, રિયા અને શોવિકે બોમ્બે હાઇકોર્ટમાં જામીન અરજી કરી છે. તેની આવતીકાલે 23 સપ્ટેમ્બરે સુનાવણી થશે.

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત માટે ડ્રગ્સની ખરીદી કરવા બદલ રિયા ચક્રવર્તી અને શોવિક ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ રિયા ડ્રગ્સ લેવાનો ઇનકાર કરતી હતી, પરંતુ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની પૂછપરછ દરમિયાન રિયાના ભાઈ શોવિકે કબૂલ્યું હતું કે રિયાની ગૌરવ સાથેની વાતચીત સાચી હતી અને તે સુશાંત માટે જાતે ડ્રગ્સની વ્યવસ્થા કરતો હતો, જેના રૂપિયા તેની બહેને ચુકવતી હતી.