આજના સમયમાં મોટાભાગના ઘરોમાં ભાત બનાવવા માટે પ્રેશર કુકર અથવા તો ઈલેક્રીક કુકરનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ પહેલાના સમયમાં લોકો ખુલ્લા અને ઊંડાણવાળા વાસણોમાં ભાત બનાવતા હતા. જો કે કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ લોકો આ જ રીતે ભાત બનાવે છે. આવા વાસણોમાં ભાત બનાવવાનો સૌથી મોટો ફાયદો એ છે કે, આનાથી ભાતના પાણીને એટલે કે ઓસામણને ઘણા ઉપયોગમાં લેવામાં આવી શકે છે.

ઓસામણને કેટલીક જગ્યાઓ પર માડના નામથી પણ ઓળખવામાં આવે છે. ભાતનું પાણી સ્વાસ્થ્ય માટે પણ ઘણુ લાભદાયક હોય છે. ભાતમાં રહેલા તમામ પોષક તત્વો આમાં ભળી જાય છે અને આના સેવનથી તે તમામ પોષક તત્વો વ્યક્તિને તરલરુપમાં મળી જાય છે. વિશેષજ્ઞોની માનીએ તો સપ્તાહમાં એકવખત ભાતનું પાણી એટલે કે ઓસામણ પીવુ સ્વાસ્થ્ય માટે સારુ રહે છે. ઓસામણમાં કાર્બોહાઈડ્રેટની ભરપુર માત્રા હોય છે અને તે શરીરને દિવસભર કામ કરવા માટે ઊર્જાવાન બનાવી રાખે છે. આ ઉપરાંત ભાતમાં ઓરિજેનોલ નામક તત્વ પણ મળી આવે છે, આ તત્વ ત્વચાને અલ્ટ્રાવાયોલેટ(યુવી) કિરણોથી પણ સુરક્ષિત રાખવામાં મદદરૂપ થાય છે.

સુર્યની ગરમીથી બચવામાં ઓસામણનું પાણી પુવી ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. આ ઉપરાંત જો તમને ઉધરસ જેવી બીમારી છે તો પણ તમે ઓસામણ પીને તેને દૂર કરી શકો છો. જ્યારે ડાયરીયાને પણ રોકવામાં ઓસામણનું પાણી ઘણુ લાભકારી છે.