મુંબઇ  

બોલિવૂડ એક્ટ્રેસ પાયલ ઘોષે ફિલ્મમેકર અનુરાગ કશ્યપ પર યૌન શોષણનો આક્ષેપ મુક્યો હતો અને તે દરમિયાન તેણે સ્વરા ભાસ્કરનું નામ લીધું હતું. સ્વરાએ પોતાનું નામ આવતા પાયલ ઘોષ પર માનહાનિનો કેસ કર્યો હતો. પાયલ ઘોષે સ્વરા ભાસ્કરની બિનશરતી માફી માગી લીધી છે અને કેસનું સેટલમેન્ટ કરી નાખ્યું છે. બંનેએ સેટલમેન્ટ પેપર પર સહી કરીને કેસ પૂરો કરી દીધો છે. પાયલે પોતાનું નિવેદન પરત લઈને રિચાની માફી માગી લીધી છે.

પાયલ ઘોષે અનુરાગ કશ્યપ પર યૌન શોષણનો આક્ષેપ મૂક્યો હતો. તે સમયે પાયલે પોતાની વાત રજૂ કરતી વખતે એમ કહ્યું હતું કે એવી ઘણી એક્ટ્રેસિસ છે, જે અનુરાગ સાથે કામ કરવા માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. પાયલે આ એક્ટ્રેસિસમાં રિચા ચઢ્ઢા, માહી ગીલ તથા હુમા કુરૈશીનું નામ લીધું હતું. પાયલના આ નિવેદનની વિરુદ્ધ રિચાએ માનહાનિનો કેસ કર્યો હતો.

આ કેસની સુનાવણી મંગળવાર, 6 ઓક્ટોબરના રોજ થઈ હતી પરંતુ અહીંયા સામેનો પક્ષકાર હાજર રહ્યો નહોતો. કેસને એક દિવસ વધારીને બોમ્બે હાઈકોર્ટે સાત ઓક્ટોબરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ કોર્ટે બંને પક્ષકારોને પરસ્પર વાતચીતથી કેસનો ઉકેલ લાવવાનું કહ્યું હતું અને કોર્ટે બે દિવસનો સમય આપ્યો હતો. 14 ઓક્ટોબરના રોજ બંને પક્ષકારે એકબીજાની સમંતિથી કેસનું સેટલમેન્ટ કર્યું હતું.