નવસારી-

ગુલાબ નામના વાવાઝુડા ની વિપરીત અસર દક્ષિણ ગુજરાત માં જોવા મળી છે નવસારી જિલ્લાના ઉપરવાસ ના વરસાદે જિલ્લાની નદીઓ ને ફરી વેગીલા પ્રવાહ વાળી કરી છે ત્યારે ગણદેવી શહેર ની વેગણિયા ખાડી પર આવેલ લો લેવલ બ્રિજ મૌસમ માં 4 વખત ગરકાવ થયો છે જેના કારણે 250થી વધુ પરિવારોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તો વળી બીજી તરફ વેગીલા પ્રવાહમાં બ્રિજ પર અમુક લોકો જોખમી રીતે ઉભેલા નજરે ચઢ્યા છે. નદી માં તણાઈ ને આવેલા લાકડા પકડવા અહીંના સ્થાનિકો જીવ ના જોખમે બ્રિજ પર ઉભા છે તંત્ર માત્ર માર્ગ બંધ કર્યો છે પણ પોલીસકર્મી ન હોવાને કારણે અહીં જોખમ ભર્યું સાહસ કરી ને જીવ ની બાજી ખેલી રહ્યા છે

સુપા કુરેલ ગામનો પુલ પાણી ગરકાવ થતાં લોકોને હાલાંકી

નવસારી જિલ્લાની નદીઓ બે કાંઠે વહી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડતા નદીઓમાં પાણીની આવક થઇ છે. સુપા કુરેલ ગામને જોડતો લો લાઇન પુલ પાણીમાં ડૂબ્યો છે. પૂર્ણા નદીમાં પાણીની આવક થતા લો લાઇન પુલ પર પાણી ફરી વળ્યા છે. જેને લઇ લોકોને 10 કિમી ફરીને જવું પડી રહ્યું છે ગુલાબ વાવાઝોડાની વિપરીત અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે. જેને લઈને નવસારી વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. અને ભારે વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્રએ કાંઠા વિસ્તારોના ગામોમાંથી લોકોનું સ્થળાંતર કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે જિલ્લા કલેકટરે અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા માટે સૂચના આપવામાં આવી છે. તેમજ ખલાસીઓને પણ દરિયો ન ખડેવાની સૂચાનાઓ પણ આપવામાં આવી છે.

ભારે વરસાદના કારણે નદીના જળસ્તરમાં થયો વધારો

નવસારીમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા ભારે વરસાદના કારણે નદીઓ પાણીની આવકમાં વધારો થયો છે. તો વળી કેટલીક નદીઓ તો ગાંડીતૂર બની વહેવા લાગી છે. ત્યારે નવસારી અને દક્ષિણ ગુજરાત સહિત અંબિકા, કાવેરી નદીઓના જળસ્તરોમાં વધારો થયો છે. જેને લઈને ચીખલી નજીક આવેલો બંધારો ઓવર ફ્લો થયો જેને લઈને ગ્રામજનો અને વહીવટી તંત્રને ભારે મુળશ્કેલીનો સામાનો કરવો પડી રહ્યો છે.