સલમાનની કમેન્ટ પર નારાજ રૂબીના,બિગ બોસ શો છોડવાની કરી વાત

મુંબઇ 

બિગ બોસ 14માં એક્ટ્રેસ રૂબીના દિલૈક અને તેના પતિ અભિનવ શુક્લાએ ભાગ લીધો છે. હાલમાં જ ટેલિકાસ્ટ થયેલા વીકેન્ડ એપિસોડમાં સલમાને રૂબીનાના વર્તન પર ફટકાર લગાવીને તેના પતિ અભિનવને તેનો પર્સનલ સામાન કહ્યો હતો. આ કમેન્ટને રૂબીનાએ ઘણી પર્સનલ લઇ લીધી અને સલમાન પર અપમાન કરવાનો આરોપ લગાવ્યો. એક્ટ્રેસ આ વાતથી ઘણી નારાજ થઇ અને ત્યારબાદ તેણે શો છોડવાનો નિર્ણય લીધો.

વીકેન્ડ એપિસોડ પછીથી રૂબીના ઘણી મૂંઝવણમાં હતી ત્યારબાદ બિગ બોસે તેને કન્ફેશન રૂમમાં બોલાવીને સમજવાની અને સમજાવવાની ટ્રાય કરી. રૂબીનાએ બિગ બોસને કહ્યું કે સલમાનની કમેન્ટ, 'આ સામાન તમે લઈને આવ્યા છો' ઘણી અપમાનજનક હતી. એક્ટ્રેસે કહ્યું, 'અમે શોમાં આવવા માટે ઉતાવળા ન હતા. જ્યારે શોની ટીમે કહ્યું કે અમે અભિનવ સાથે વાત કરશું તો મેં તેને મનાવવાની જવાબદારી લીધી અને તેને મનાવ્યા. મારા કહેવા પર તે શોમાં આવ્યા છે. અમારા બંનેની પ્રોફેશનલ અલગ- અલગ ઇમેજ છે. હું આ પ્રકારના માહોલમાં કામ ન કરી શકું.'

બિગ બોસે રૂબીનાને સમજાવતા કહ્યું કે સલમાને આ વાત એક ટાસ્ક હેઠળ કહી હતી જેમાં તેનું અપમાન કરવામાં આવ્યું ન હતું. સલમાન આ વાક્યથી તેને હ્યુમર સાથે સમજાવવાની ટ્રાય કરી રહ્યા હતા. જ્યારે બિગ બોસે સતત તેને સમજાવી તેમ છતાં તે ન માની તો તેને પૂછવામાં આવ્યું કે શું તે આ શો છોડવા માગે છે. આ બાબતે રૂબીનાએ પહેલાં તો બિગ બોસને નિર્ણય લેવા કહ્યું અને પછી શો છોડવા માટે હા પાડી દીધી.

રૂબીનાની જીદ જોઈને બિગ બોસે અભિનવને કન્ફેશન રૂમમાં બોલાવીને આ વિશે જણાવ્યું. અભિનવે રૂબીનાને કહ્યું કે સલમાને તેને કઈ કહ્યું છે તો તે ખુદ તે બાબતે વાત કરશે, આમાં રૂબીનાએ તેના માટે બોલવાની જરૂર નથી. જોકે, અભિનવે ખુદ પણ બિગ બોસને સલમાનના કમેન્ટનો ઈરાદો જાણવાની ઈચ્છા વ્યક્ત કરી છે. પછી બંનેએ આવતા અઠવાડિયે આ બાબતે સીધી સલમાન સાથે વાત કરવાની ઈચ્છા રાખી.

વાતચીત દરમ્યાન બિગ બોસે એવું પણ કહી દીધું કે તે સલમાનને કહેશે કે આગળથી ક્યારેય તમારા બંનેની મસ્તી ન કરે. આના પર બંનેએ વાંધો જતાવતા કહ્યું કે તેઓ આ રીતે વાત વધારવા નથી ઇચ્છતા અને તેમને સલમાનથી પણ કોઈ વાંધો નથી.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution