વડોદરા, તા.૧૯

હરિધામ સોખડાના સ્વામીનારાયણ મંદીરના છેલ્લા કેટલાક સમયથી ગાદીના ચાલી રહેલા વિવાદ વચ્ચેબંને જૂથો દ્વારા શક્તિ પ્રદર્શન યોજી અલગ અલગ સ્થળે સંમેલનોના આયોજનક રવામાં આવ્યા હતા. ત્યારે ગાદીના ગજગ્રાહ નવો વળાંક આવ્યો છે. પ્રબોધ સ્વામી તેમના સમર્થક સંતો, સેવકોને લઈને હરિધામ સોખડા છોડીને સુરત કોડી ભરથાણ સ્થિત મંદીર સંભાળશે તેવી ર્ચચાઓ શરૂ થતા હરિભકતોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. આમ પ્રોબધ સ્વામી જૂથના સંતો સેવકોને પહેરેલા કપડે બહાર કાઢવાનો તખ્તો તૈયાર કરવાની ચર્ચા ભકતોમાં થઈ રહી છે.

સોખડા સ્વામી નારાયણ મંદીરમાં ગાદી મુદ્દે સંતોના બે જૂથ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ગજગ્રાહ વચ્ચે જૂથના મનાતા સંતો સેવકોને પહેરેલા કપડે બહાર કાઢવાનો તખ્તો તૈયાર કરાયાની ચર્ચા પણ ભકતોમાં થઈ રહી છે.

સોશ્યિલ મિડીયામાં આક્ષેપ-પ્રતિઆક્ષેપો સાથેના ઓડિયો-વિડીયો વાઈરલ થયા હતા. જયારે બીજી તરફ બંને સંતોના જૂથો દ્વારા શક્તિપ્રદર્શન માટે અલગ અલગ સ્થળે સંમેલનો શરૂ કર્યા હતા. તો બીજી તરફ સોખડા મંદિરના દરવાજા ભકતો માટે બંધ કરી દેવાયા હતા. જે જૂથ ભકતોને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

ત્યારે ગાદીના વકરી રહેલા ગજગ્રાહ વચ્ચે પ્રબોધ સ્વામી પોતાના સંતો સાધ્વી બહેનો, સાધકો અને સેવકોને લઈને સુરત જશે અને સુરતના કોડી ભરથાણ સ્થિત મંદીર સંભાળશે. પ્રબોધ સ્વામીએ તેમની સાથેના સંતો, સેવકોને હરિધામ સોખડાથી કોઈપણ વસ્તુ લીધા સિવાય માત્ર પહેરેલા વસ્ત્રો સાથે નિકળવાનું તેમજ તા.૨૧મીએ પ્રબોધ સ્વામી સહિત તેમના સમર્થક સંતો સેવકો તા.૨૧મીએ હરિધામ મંદિર છોડીને સુરત જનાર હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે.

પ્રબોધ સ્વામીએ એકા એક હરિધામ છોડીને જવાનો નિર્ણય કેમ કર્યો તે અંગે ભક્તોમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. તો બીજી બાજુ પ્રબોધ સ્વામી જૂથના મનાતા સંતો સેવકોને પહેરેલા કપડે બહાર કાઢવાનો તખ્તો તૈયાર કરાયાની ચર્ચા પણ ભક્તોમાં થઈ રહી છે.

કરોડોનો વહિવટ પ્રબોધ સ્વામી જૂથને ન મળે તે માટે તખ્તો તૈયાર કરાયો?

હરિધામ સોખડા મંદિર અંતર્ગત અલગ અલગ સ્થળે મંદિરો, શૈક્ષણિક સંસ્થાઓ, સંકુલો વગેરે આવેલા છે. ત્યારે આ તમામનો કરોડોનો વહિવટ પ્રબોધ સ્વામી જૂથને ના મળે તે માટે પ્રેમ સ્વરૂપ સ્વામીના જૂથ દ્વારા તૈયારી કરીને તખ્તો તૈયાર કરાયો હોવાનું ઉપરાંત સુરતમાં જઈને નવેસરથી શરૂઆત કરવા પર પણ પ્રેમસ્વરૂપ સ્વામીના જૂથે બ્રેક મારી હોવાની ચર્ચા ભકતોમાં થઈ રહી છે.

પ્રબોઘ સ્વામી જૂથમાં કયો મેસેજ વાઈરલ થયો ?

પ. પૂ. હરિપ્રસાદસ્વામીજીના દેહવિલય બાદ મંદિરના વ્યવસ્થા તંત્ર દ્વારા સમજણ ફેરના લીધે આ સંતો પ્રત્યે પક્ષપાતવાળું વલણ રાખવામાં આવ્યું. અને સતત માનસિક હેરાનગતિ કરીને મેનેજમેન્ટ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે. કેટલાક સાધકોને ધમકી આપવામાં આવી અને મારવાનો પ્રયત્ન પણ કરાયો. વ્યવસ્થા તંત્ર ને અનેક વાર જાણ કરવા છતાં કોઈ ઉકેલ લાવવામાં ના આવ્યો. હદ પાર સુધી સહન કર્યા બાદ આ જૂથે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા અનુસાર ઉપદ્રવ વાળું વાતાવરણ છોડવાનો ર્નિણય લીધો છે. સત્સંગના અનેક વિસ્તારમાંથી હરિભક્તોએ પોતાના આધ્યાત્મિક ઉત્થાન માટે સંતો સાધકોને વિચરણ કરવા દેવાની વાત પણ વ્યવસ્થાતંત્ર સમક્ષ રજૂ કરી. તો પણ હરિભક્તોની વાત પણ માન્ય ન રાખતા તે સર્વ હરિ ભક્તોના મનને પણ અત્યંત ઠેસ પોહચી છે. કેવળ પ્રભુ પ્રસન્નતા પીપાસુ મુમુક્ષુ સાધકોએ પોતાના આત્મિક ઉત્થાન માટે જ્યાં સુધી હરિધામમાં સાનુકૂળ વાતાવરણ ન સર્જાય ત્યાં સુધી હરિધામથી અલગ થઈને ભજન સ્મરણ કરવા માટે બીજા સ્થળે પ્રયાણ કરવાનો ર્નિણય લીધો છે .

હરિધામનું મેનેજમેન્ટ આ ર્નિણયને સમજીને વધાવી શકે એવી ભગવાન શ્રી સ્વામિનારાયણ તેમજ ગુરૂહરિ હરિ પ્રસાદ સ્વામીજીના ચરણે પ્રાર્થના.

સંતો, સેવકોને બહાર નીકળવા પર પ્રતિબંધ

પ્રબોધ સ્વામી તેમના સમર્થક સંતોની સાથે હરિધામ છોડીને તા.૨૧મીએ સુરત જશે તેવી શરૂ થયેલી ચર્ચાઓ વચ્ચે મંદિરના દરવાજા પર જાહરે નોટીસ વ્યવસ્થાપકો દ્વારા લગાડવામાં આવી છે. જેમાં બહાર જવા માંગતા હોય તે નિર્ધારિત કાયદાકીય પ્રક્રિયા પૂૃણ કરીને જ જઈ શકશે. તે સિવાય ઉપર છોડવાની મંજૂરી મળી શકશે નહીં તેમ લખ્યું છે. આમ કાયદાકીય રીતે પ્રેમસ્વરૂપ સ્વામી ગાદીપતિ જાહેર ના થાય ત્યાં સુધી બહાર નીકળવા પર પ્રતિબંધ ફરમાયાની ચર્ચા પણ ભકતોમાં થઈ રહી છે.