લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, જુલાઈ 2026 |
1089
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયાનું મહેબૂબ-એ-બુખારી નામનું માલવાહક જહાજ ઓમાનના દરિયાના પ્રચંડ મોજા અને ખરાબ હવામાનના કારણે દરિયામાં ડૂબ્યું છે. જહાજ પર સવાર કુલ ૧૪ ભારતીય ખલાસીઓમાંથી ૧૨ ખલાસીઓને ઓમાનના સર્ચ એન્ડ રેસ્ક્યૂ દળે બચાવી લીધા છે. આ દુર્ઘટનામાં કમનસીબે ૨ ખલાસીઓના કરુણ મોત નીપજ્યા છે. સલાયાનું મહેબૂબ-એ-બુખારી(રજીસ્ટ્રેશન નંબર મ્ડ્ઢૈં ૧૪૧૫) જહાજ ગત ૩ જુલાઈએ દુબઈથી જનરલ કાર્ગો ભરીને જીબુટી જવા દરિયાઈ માર્ગે રવાના થયું હતું. આ જહાજ ઓમાન નજીકના દરિયાઈ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક દરિયામાં ભારે કરંટ અને ખરાબ હવામાન સર્જાયું હતું. કુદરતી આફત વચ્ચે જહાજના બંને મુખ્ય એન્જિનો એકાએક બંધ પડી ગયા હતા. એન્જિન બંધ થતાં જહાજમાં પાણી ભરાયું ગયું હતું અને જાેતજાેતામાં કરોડોની કિંમતનું માલવાહક જહાજ દરિયામાં ડૂબવા લાગ્યું હતું. જેથી ટંડેલે તમામ ક્રૂ મેમ્બરોને જીવ બચાવવા દરિયામાં કૂદવાનો આદેશ આપ્યો હતો.