ઉનાળાની શરૂઆત સાથે જાહેરમાં વેચાતા કેરીના રસના સેમ્પલો લેવાયા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, માર્ચ 2026  |   વડોદરા   |   2079

વડોદરા મ્યુનિ. કોર્પોરેશનના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કરીને ખાદ્ય પદાર્થોના ૪૪ નમૂના મેળવીને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા.

પાલિકાના ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરના દીપ ચેમ્બર, દરબાર ચોકડી, માંજલપુર નાકા, ન્યુ સમારોડ, સમા-સાવલી રોડ, મુક્તાનંદ, કારેલીબાગ, સોખડા રોડ-છાણી, વાઘોડિયા-ડભોઇ રીંગ રોડ, નેશનલ હાઇવે નં-૮ તરસાલી બાયપાસ, હાથીખાના, વારસીયા, દિવાળીપુરા, પંચવટી-ગોરવા, ઉંડેરા, સેવાસી-ગોત્રી, અલકાપુરી વિસ્તારમાં ખાદ્યપદાર્થો સાથે જાેડાયેલ યુનિટ પર આકસ્મીક ચેકીંગની કામગીરી કરાઈ હતી. દરમિયાન ૧૭ રીટેલર, ૧ઉત્પાદક પેઢી-રીટેલર, ૧ હોલસેલર-રીટેલર, ૧૩ રેસ્ટોરન્ટ મળી કુલ ૩૨ ખાદ્યપદાર્થો સાથે જાેડાયેલ યુનિટ પર ઇન્સપેક્શનની કામગીરી કરાઈ હતી

 આ કામગીરી દરમ્યાન ગરમ મસાલો, મરચા પાવડર, હળદળ પાવડર, ધાણા પાવડર, આખી હળદળ, મેથી આખી, જીરૂ આખુ, રાઇ, અળદદાળ, તુવેરદાળ, ચણાદાળ, આટા, બેસન, મેદો, આયોડાઇઝ સોલ્ટ, ટોમેટો કેચઅપ, બુંદી, ગાયનુ દુધ, બટર, પનીર, કેરીનો રસ, મેન્ગો મીલ્ક શેક, રાજભોગ આઇસ્ક્રીમ, રજવાડી આઇસ્ક્રીમ, વેનીલા આઇસ્ક્રીમ, રોસ્ટેડ નટ્સ આઇસ્ક્રીમ, બદામ-પીસ્તા આઇસ્ક્રીમ, કોલ્ડકોકો, ફ્રુટ સલાડ, રીફાઇન્ડ કોટનશીડ ઓઇલ, રીફાઇન્ડ સનફ્લાવર ઓઇલ, પ્રીપેડ ફુડ વેજદમ બીરયાનીના નમુના મળી કુલ૪૪ ખાદ્યપદાર્થોના નમુના મેળવીને પૃથ્થકરણ અર્થે ફતેગંજ પબ્લીક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. ઉપરાંત ૧૨ હોકર્સને સ્વચ્છતા માટે શિડ્યુલ-૪ની નોટીસ આપી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution