/
સંજય દત્ત કેન્સરની સારવાર માટે જશે અહીયા, મળ્યા 5 વર્ષના વિઝા

થોડા દિવસ પહેલા સંજય દત્તને પોતાની કેન્સરની બીમારી અંગે જાણ થઈ. તે પોતાની પ્રાથમિક સારવાર તો મુંબઈમાં જ કરાવી રહ્યો હતો. હવે લેટેસ્ટ  તેઓ પોતાની શરૂઆતી સારવાર મુંબઈમાં કરાવી રહ્યાં છે. હવે લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે, તે સારવાર માટે અમેરિકા જવાની તૈયારી કરી રહ્યાં છે.

રિપોર્ટ્સ પ્રમાણે સંજય દત્તને ફેફસાનું કેન્સર છે. એક ન્યૂઝ રિપોર્ટ પ્રમાણે સંજયને કેન્સરની જાણકારી મળ્યા બાદ તેણે યૂએસના વિઝા માટે અરજી કરી હતી. પરંતુ શરૂઆતમાં તેને મંજૂરી મળવામાં મુશ્કેલી આવી રહી હતી, કારણ કે તે 1993 બ્લાસ્ટના દોષીતોમાંથી એક છે. રિપોર્ટ્સ પ્રમાણે તેમના એક નજીકના મિત્રએ તેને મેડિકલ આધાર પર 5 વર્ષના વિઝા અપાવી દીધા છે.

હવે આશા છે કે તે પોતાની પત્ની માન્યતા અને બહેન પ્રિયાની સાથે ન્યૂયોર્ક જઈને કેન્સરની સારવાર કરાવશે.  સંજય દત્તના માતા નરગિસને પણ 1980 અને 1981મા કેન્સર થયું હતું. રિપોર્ટ્સ પ્રમાણે આ હોસ્પિટલમાં જ તેમને દાખલ કરવામાં આવ્યા હતા.

માત્ર તેઓ જ નહીં ઋષિ કપૂર, મનીષા કોઇરાલા અને સોનાલી બિંદ્રાએ પણ આ હોસ્પિટલમાં સારવાર કરાવી છે. અહેવાલ તો તે પણ છે કે યૂએસ જવાનો પ્લાન સફળ ન થાય તો સંજય દત્ત સિંગાપુર જશે.  સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution