રિયાધ-

વિશ્વની સૌથી મોટી તેલ ઉત્પાદક કંપની સાઉદી અરામકોનો કોઇ ઠેકેદાર દ્વારા કંપનીનો ડેટા લીક થયો છે. કહેવામાં આવ્યુ છે કે કથિત રીતે આ ફાઇલ (ડેટા)નો ઉપયોગ હવે કંપની પાસેથી પાંચ કરોડ ડૉલર એટલે કે લગભગ ૩૭૩ કરોડ રૂપિયા બળજબરી વસૂલવામાં આવી રહ્યા છે. સાઇબર સુરક્ષામાં રોકાણ ના કરવાને લઇને તેલ અને ગેસ ઉદ્યોગ સાથે જાેડાયેલી કંપનીઓની વૈશ્વિક સ્તર પર ટિકા થતી રહી છે. આ વર્ષે મેમાં, અમેરિકાની કંપની કોલોનિયલ પાઇપલાઇન પર પણ સાઇબર હુમલો થયો હતો, જે ઘણો ચર્ચામાં રહ્યો હતો.

તેલ ઉત્પાદક કંપની અરામકોએ જણાવ્યુ કે અમને તાજેતરમાં આ ડેટા ચોરીની ખબર પડી છે. એક થર્ડ પાર્ટી ઠેકેદાર દ્વારા અમારા ડેટાની ચોરી કરવામાં આવી છે.જાેકે, કંપનીએ એમ નથી જણાવ્યુ કે ક્યા ઠેકેદાર દ્વારા કંપનીના ડેટા ચોરી થયો છે અને ના તો કંપનીએ તેના વિશે કોઇ જાણકારી આપી છે. શું સિસ્ટમ હેક કરવામાં આવી અથવા ફાઇલ ચોરી કરવા માટે કોઇ અન્ય રીત અપનાવવામાં આવી?

કંપનીનું કહેવુ છે કે અમે આ વાતની પૃષ્ટી કરી શકીએ છીએ કે ડેટા અમારી સિસ્ટમમાંથી ચોરી થયો નથી. અમારા સંચાલન પર પણ આ ડેટા લીકનો કોઇ પ્રભાવ પડ્યો નથી, કારણ કે અમે સાઇબર સિક્યુરિટી માટે એક મોટી વ્યવસ્થા બનાવેલી છે. અમેરિકાની સમાચાર એજન્સી, એસોસિએટેડ પ્રેસ (એપી) અનુસાર, સાઉદી અરામકો કંપનીનો એક ટેરાબાઇટ એટલે કે એક હજાર ગીગાબાઇટ સાઇઝનો ડેટા બળજબરી વસૂલી કરનારાઓના હાથમાં લાગ્યો છે. ડાર્કનેટ પર તેમણે આ જાણકારી આપી છે. એપીના રિપોર્ટ અનુસાર, બળજબરી વસૂલી કરનારાઓને અરામકોને ઓફર કરી છે કે તે પાંચ કરોડ ડૉલરના બદલામાં આ ડેટા ડિલીટ કરી દેશે. વસૂલી કરનારાઓએ આ રકમ ક્રિપ્ટોકરન્સીના રૂપમાં માંગી છે. જાેકે, આ હજુ સુધી સ્પષ્ટ નથી કે ખંડણીના ષડયંત્ર પાછળ કોનો હાથ છે.