વડોદરા, તા. ૧૨

રાજ્યભરમાં પાંચ દિવસીય વરસાદી આગાહીઓ વચ્ચે શહેર – જીલ્લામાં છૂટોછવાયા વરસાદી ઝાપટાં પડવાને કારણે ગરમીમાં હાશકારો જાેવા મળ્યો હતો. પરતું બફારાનું પ્રમાણ વધતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. કોર્પોરેશન દ્વારા વરસાદ માથે હોવા છતાં વરસાદી કાંસ નાખવાનું કાર્ય વિવિધ વિસ્તારોમાં શરુ કરતા વરસાદી ઝાંપટાને કારણે કિચડ અને ખાબોચિયા ભરાઈ જવાને કારણે રાહદારીઓમાં ભારે હાલાંકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદી ઝાપટું પડવાને કારણે મહત્તમ તાપમાનમાં ચાર ડીગ્રી સેન્ટીગ્રેડનો ધટાડો જાેવા મળ્યો હતો.

હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ વરસાદની આાગાહી જાહેર કરાતા શહેર – જીલ્લામાં વરસાદી ઝાપટાં સાથે મેધરાજાનું આગમન થયું હતું. વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતાં ગરમીમાં રાહત જાેવા મળી હતી. પરતું બફારાનું પ્રમાણ યથાવત રહેતા શહેરીજનો ત્રાહિમામ પૂકારી ઉઠ્યા હતા. સમગ્ર રાજ્યભરમાં તેમજ શહેર – જીલ્લામાં વરસાદ વહેલો આવી જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જાેવા મળ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી દિવસ દરમ્યાન વાદળછાયાં વાતાવરણ સાથે ઠંડા પવનો ફૂંકાયા હતા. પરતું આજે બપોર દરમ્યાન વરસાદી ઝાપટું પડતા વિવિધ વિસ્તારોમાં કાદવ – કિચડ અને પાણીના ખાબોચિયા જાેવા મળ્યા હતા. તે સાથે જ વિવિધ વિસ્તાારોમાં કોર્પોરેશન દ્વારા વરસાદની ઋતુ શરુ થવાના ગણતરીના દિવસો પૂર્વે જ વરસાદી કાંસ અને રોડ – રસ્તાનું સમારકામ કાર્ય શરુ કરતા રાહદારીઓને ભારેે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. અચાનક વરસાદી ઝાપટું પડતા રવીવારની રજા માણાવાં નીકળેલા શહેરીજનો રસ્તામાં અટવાયા હતા. દિવસ દરમ્યાન વાદળછાયા વાતાવરણ અને વરસાદી ઝાપટાંને પગલે મહત્તમ તાપમાનમાં ૪.૨ ડીગ્રી સેન્ટીગ્રેડના ઘટાડા સાથે તાપમાન ૩૫ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું. જ્યારે લધુત્તમ તાપમાન ૨૭.૪ ડીગ્રી સેન્ટીગ્રેડની સાથે જ વાતાવરણમાં ભેજનું દબાણ દિવસ દરમ્યાન ૭૨ ટકા અને સાંજ દરમ્યાન ૬૫ ટકા નોંધાયું હતું. તે સિવાય વાતાવરણમાં હવાનું દબાણ ૧૦૦૧.૫ મીલીબાર્સ સાથે દક્ષિણ - પશ્ચિમ દિશા તરફથી ૧૦ કી.મી.ની ઝડપે વરસાદી પવનો ફૂંકાયા હતા.