ગાંધીનગર-

દેશના અનેક ભાગોમાં પવિત્ર શ્રાવણ માસની શરુઆત થઇ ચૂકી છે. ત્યારે પવિત્ર શ્રાવણ માસની શરુઆત પહેલા જ આજે સાંજે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સોમનાથ મંદિરની મુલાકાતે જવાના છે. જોકે, સોમનાથ મંદિર ખાતે સી.એમ.ના આગમન પૂર્વે સોમનાથ મંદિરના સુરક્ષાકર્મીને કોરોના પોઝિટિવ આવ્યો છે. સોમનાથ મહાદેવ મંદિરની સુરક્ષામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે.  મુખ્યમંત્રી રૂપાણીની મુલાકાત પહેલા સુરક્ષાકર્મીને કોરોના પોઝિટિવ આવતાં સોમનાથ મહાદેવ મંદિરમાં ફરજ બજાવતા અન્ય પોલીસ કર્મચારીઓના તાબડતોબ કોરોના ટેસ્ટ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણી આજે હેલીકોપ્ટરથી સાંજે સોમનાથ મંદિરે આવશે. તેમજ રાત્રી રોકાણ સોમનાથના વીઆઇપી ગેસ્ટહાઉસમાં કરશે. તેમજ આવતી કાલે સવારે સોમનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરવાના છે.  જોકે, સોમનાથ મંદિર ખાતે સી.એમ.ના આગમન પૂર્વે સોમનાથ મંદિરના સુરક્ષાકર્મીને કોરોના પોઝિટિવ આવ્યો છે. સોમનાથ મહાદેવ મંદિરની સુરક્ષામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યો છે.