અમદાવાદ-
ગુજરાત કોંગ્રેસના પીઢ અગ્રણી અહેમદ પટેલ તથા ભાજપ્ના સિનિયર નેતા અભય ભારદ્વાજના નિધનથી ખાલી પડેલી રાજયસભાની બે બેઠકોની ચૂંટણીઓ યોજવાની પ્રક્રિયા શરૂ કરવા કેન્દ્રીય ચુંટણી પંચ દ્વારા ગુજરાતના ચૂંટણી અધિકારીને નિર્દેશ આપવામાં આવ્યો છે. તા.14 ડીસેમ્બરનાં રોજ મોકલેલા એક પત્રમાં કેન્દ્રીય ચુંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે બન્ને બેઠકોની ટર્મ અલગ અલગ સમયે પુરી થતી હોય અને બન્ને બેઠકો અલગ અલગ સમયે ખાલી થઈ હોય તેથી તેની ચૂંટણી પણ અલગથી યોજાશે.અગાઉ રાજયમાં બે બેઠકોની ચૂંટણી સમયે પણ જે રીતે એક ધારાસભ્ય અલગ અલગ બે મતોથી જે રીતે મતદાન કર્યું હતું તે જ પ્રક્રિયા આ બન્ને બેઠકો માટે અપ્નાવાશે જેના કારણે ભાજપ્ને વિધાનસભાના સભ્ય સંખ્યાની સરસાઈના કારણે બન્ને બેઠકો ઉપર જીત મળશે તે નિશ્ર્ચિત છે. જોકે અગાઉ આ પ્રકારના જાહેરનામાને સુપ્રિમ કોર્ટમાં પડકારાયું છે અને તેનો,વિવાદ યથાવત છે જેથી આ બન્ને બેઠકોની પ્રક્રિયાને પણ ફરી સુપ્રિમમાં પડકારાય તેવી શકયતા છે. રાજ્યસભાની ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર આવ્યા છે. કેન્દ્રીય ચૂંટણી પંચે બંને બેઠક માટે ચૂંટણીઓ અલગઅલગ યોજવા આદેશ કર્યો છે. આ મામલે ગુજરાતના ચૂંટણી કમિશનરને પત્ર લખ્યો છે. અલગ ચૂંટણી થાય તો કોંગ્રેસ બંને બેઠક ગુમાવે તેવી શકયતા છે. અને, ભાજપ રાજ્યસભાની બંને બેઠકો કબ્જે કરી શકે છે. ભાજપ બંને બેઠક પર દાવેદારી કરશે. કારણ કે બંને બેઠકો જીતવા માટે ભાજપ પાસે પૂરતું સંખ્યા બળ છે.
Loading ...