લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, માર્ચ 2026 |
2079
વૈશ્વિક રાજકારણમાં જ્યારે પણ અસ્થિરતા આવે છે, ત્યારે ભારત અને અમેરિકા વચ્ચેનો સંવાદ નિર્ણાયક બની રહે છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ટેલિફોન પર ઉચ્ચ સ્તરીય વાતચીત થઈ હતી. આ વાતચીતનો મુખ્ય એજન્ડા પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ)માં સતત વણસી રહેલી પરિસ્થિતિ અને ખાસ કરીને ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’માં સર્જાયેલું સંકટ હતું.
બંને નેતાઓએ ઇઝરાયેલ-ઈરાન સંઘર્ષને કારણે સમગ્ર ક્ષેત્રમાં ફેલાયેલી અશાંતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પીએમ મોદીએ સ્વીકાર્યું હતું કે આ ક્ષેત્રમાં શાંતિ સ્થાપવી માત્ર પ્રાદેશિક જ નહીં, પરંતુ વૈશ્વિક અર્થતંત્ર માટે અનિવાર્ય છે. વાતચીતનો સૌથી મહત્વનો મુદ્દો ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ હતો. આ તે દરિયાઈ માર્ગ છે જ્યાંથી વિશ્વનો ૨૦% તેલ પુરવઠો પસાર થાય છે.
આ માર્ગમાં કોઈપણ પ્રકારની સૈન્ય ગતિવિધિ કે અવરોધ ભારત જેવા દેશો માટે તેલના ભાવમાં તોતિંગ વધારો લાવી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, બંને નેતાઓએ દરિયાઈ વેપાર માર્ગોને સુરક્ષિત રાખવા અને ‘નેવિગેશનની સ્વતંત્રતા’ જાળવવા માટે સહમતી દર્શાવી હતી. પીએમ મોદીએ ભારતનો પરંપરાગત અભિગમ દોહરાવતા કહ્યું કે, આ યુદ્ધનો યુગ નથી. ભારતે સંવાદ અને મુત્સદ્દીગીરી દ્વારા ઉકેલ લાવવા પર ભાર મૂક્યો હતો.
બીજી તરફ, ટ્રમ્પ પ્રશાસને પણ ભારતની વધતી જતી વૈશ્વિક ભૂમિકાને સ્વીકારી હતી અને આ સંકટમાં ભારત એક સંતુલન જાળવનાર શક્તિ તરીકે ઉભરી શકે છે, તેમ જણાવ્યું હતું. ટ્રમ્પના ફરીથી સત્તામાં આવ્યા બાદ (જાન્યુઆરી ૨૦૨૫થી), ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં એક નવો વેગ જાેવા મળ્યો છે. બંને દેશો સંરક્ષણ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં વધુ ગાઢ બનવા પર સંમત થયા છે. ટ્રમ્પે પીએમ મોદીને તેમના મિત્ર ગણાવતા ‘ભારત-અમેરિકા મૈત્રી’ ને વિશ્વની સૌથી મહત્વની ભાગીદારી ગણાવી હતી. પશ્ચિમ એશિયામાં જાે તેલનો પુરવઠો ખોરવાય છે, તો ભારત માટે મોંઘવારી મોટો પડકાર બની શકે છે. તેથી મોદી-ટ્રમ્પની આ મિટીંગ માત્ર રાજકીય શિષ્ટાચાર નથી, પરંતુ ભારતના મધ્યમ વર્ગના ખિસ્સા અને દેશની આર્થિક ગતિને સુરક્ષિત રાખવાનો પ્રયાસ છે.
હોર્મુઝ પાર કરીને ન્ઁય્ ટેન્કર ભારત તરફ આગળ વધ્યાં
પાઇન ગેસ એલપીજી કેરિયરના હોર્મુઝ સ્ટ્રેટ પસાર કરવાના વિઝ્યુઅલ્સ સામે આવ્યા છે. જગ વસંત અને પાઇન ગેસ નામના બે ભારતીય ન્ઁય્ ટેન્કર, જેમાં કુલ ૯૨,૬૧૨.૫૯ મેટ્રિક ટન ન્ઁય્ છે, તે સુરક્ષિત રીતે હોર્મુઝમાંથી પસાર થઈ ચૂક્યા છે. જગ વસંત પર ૩૩ અને પાઇન ગેસ પર ૨૭ ભારતીય નાવિકો સવાર છે. બંને જહાજાે હવે ભારત તરફ આગળ વધી રહ્યા છે.
યુદ્ધનો અંત નજીક?
ઈરાનના મોજતબા ખામેનેઈ ટ્રમ્પ સાથે વાતચીત કરવા તૈયાર
અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધને આજે ૨૫ દિવસ પૂર્ણ થયા છે. એક તરફ બંને પક્ષો વચ્ચે વિસ્ફોટક હુમલાઓ ચાલુ છે, તો બીજી તરફ યુદ્ધવિરામ માટેના સંકેતો પણ મળી રહ્યા છે. ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈ હવે આ જંગનો અંત લાવવા માટે તૈયાર દેખાઈ રહ્યા છે. સાઉદી અરેબિયાના મીડિયા રિપોર્ટ્સ મુજબ, મોજતબા ખામેનેઈ કેટલીક શરતો સાથે અમેરિકા સાથે વાતચીત કરવા અને સમજૂતી કરવા માટે સંમત થયા છે, જે આ યુદ્ધમાં એક મોટો વળાંક સાબિત થઈ શકે છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ દિશામાં હકારાત્મક સંકેતો આપ્યા છે.
તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રૂથ’ પર પોસ્ટ કરીને ઈરાન સાથેની વાતચીતને પ્રોત્સાહક ગણાવી છે. આ વાટાઘાટોને સફળ બનાવવા માટે ટ્રમ્પે ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર થનારા હુમલાઓને મુલતવી રાખવાનો ર્નિણય લીધો છે.
સેન્સેક્સની પણ હકારાત્મક ચાલ ૧૩૭૨ પોઇન્ટનો ઉછાળો નોંધાયો
શેરબજારમાં શાનદાર તેજી જાેવા મળી છે. આ ઉછાળામાં એશિયન પેઇન્ટ્સ, ઇન્ડિગો અને એલ એન્ડ ટી જેવા શેરોએ સૌથી વધુ ફાળો આપ્યો હતો, જેના પરિણામે આજે રોકાણકારોને આશરે ૮ લાખ કરોડનો ફાયદો થયો હતો. ભારતીય શેરબજારમાં રોકાણકારો માટે સોમવારનો દિવસ ખૂબ જ દુ:ખદાયક સાબિત થયો. નિફ્ટી ૬૦૦ પોઈન્ટ ઘટીને ૨૨,૫૦૦ ની સપાટીથી ઉપર બંધ થયો, જ્યારે સેન્સેક્સ ૧,૮૦૦ પોઈન્ટથી વધુ ઘટીને ૭૩,૦૦૦ ની નજીક પહોંચ્યો.
જાેકે, ટ્રમ્પની જાહેરાત બાદ, શેરબજારમાં ઉછાળો આવ્યો અને મંગળવારે એક શાનદાર તેજી જાેવા મળી. બપોરે ૧:૨૯ વાગ્યે, સેન્સેક્સ ૧,૬૫૫.૯૭ પોઈન્ટ (અથવા ૨.૨૮%) વધીને ૭૪,૩૫૨.૩૬ પર બંધ થયો, જ્યારે નિફ્ટી ૫૧૦.૩૫ પોઈન્ટ (અથવા ૨.૨૭%) વધીને ૨૩,૦૨૩ પર પહોંચ્યો. લગભગ ૨,૯૩૨ શેર વધ્યા, ૯૪૫ ઘટ્યા અને ૧૩૧ યથાવત રહ્યા. બજાર બંધ થતાં સુધીમાં સેન્સેક્સ ૧,૩૭૨ પોઈન્ટ (અથવા ૧.૮૯%) વધીને ૭૪,૦૬૮ પર બંધ થયો હતો, અને નિફ્ટી ૪૪૫ પોઈન્ટ (અથવા ૧.૯૮%) વધીને ૨૨,૯૫૭ પર બંધ થયો હતો.