દાંતા નજીક ટ્રકે ટક્કર મારતા ટ્રેક્ટરમાં સવાર સાતનાં મોત
21, ઓગ્સ્ટ 2022

દાંતા, તાલુકાના કૂકડી ગામના ૨૫ જેટલાં શ્રદ્ધાળુઓ ટ્રેક્ટરમાં બેસીને રામદેવરા મંદિરે દર્શન કરવા માટે નીકળ્યા હતા. ત્યારે આ શ્રદ્ધાળુઓ સાથે એક દુઃખદ ઘટના બની હતી. તેમના ટ્રેક્ટરને એક ટ્રકે ભયંકર ટક્કર મારી હતી. જે બાદ કેટલાંક શ્રદ્ધાળુઓ ટ્રેક્ટરમાંથી નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં સાત જેટલાં શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા છે. જ્યારે કેટલાંક શ્રદ્ધાળુઓને ઈજા પહોંચી હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. રોંગ સાઈડમાંથી આવતા ટ્રકે ટ્રેક્ટરને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. બનાવની જાણ થતા આસપાસના લોકો પણ મદદ માટે દોડી આવ્યા હતા. સાતે જ ૧૦૮ અને પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી. ત્યારે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. જ્યારે પોલીસે મૃતદેહો કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, દાંતા તાલુકાના કૂકડી ગામના ૨૫ જેટલાં શ્રદ્ધાળુઓએ રાજસ્થાનના રામદેવરા મંદિરે દર્શન કરવા જવાનો પ્લાન બનાવ્યો હતો. ગઈ રાત્રે આ તમામ શ્રદ્ધાળુઓ પાલી હાઈવે પહોંચ્યા હતા. આ તમામ શ્રદ્ધાળુઓ ટ્રેક્ટરમાં બેસીને દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. ત્યારે એક ટ્રકે તેમના ટ્રેક્ટરને ભયંકર ટક્કર મારી હતી. જે બાદ કેટલાંક શ્રદ્ધાળુઓ નીચે પટકાયા હતા. આ દુર્ઘટનામાં સાત જેટલાં લોકોનાં મોત થયા હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. જ્યારે ૧૫થી પણ વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. બનાવની જાણ થતા જ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. બનાવની જાણ ૧૦૮ અને પોલીસ ટીમને પણ કરવામાં આવી હતી.

૧૦૮ અને પોલીસનો કાફલો તરત જ ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ ભયંકર અકસ્માતમાં ટ્રેક્ટરનો ભૂકો બોલી ગયો હતો. તો આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને તરત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પોલીસે મૃતકોના મૃતદેહ કબજે કર્યા હતા અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું કે આ ટ્રક રોંગ સાઈડમાથી આવ્યું હતું. જે બાદ ટ્રકે ટ્રેક્ટરને ટક્કર મારી હતી. આ ટ્રેક્ટરમાં ૨૫ લોકો સવાર હતા. આ ભયંકર ટક્કર માર્યા બાદ લોકો ટ્રેક્ટરની આગળ ઉછળીને પડ્યા હતા. તો પોલીસે પણ આ અકસ્માતનું સાચુ કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે. તો અકસ્માત બાદ કૂકડી ગામમાં માતમ છવાઈ ગયો છે. હોંશે હોંશે ભગવાનના દર્શન કરવા નીકળેલા યાત્રીઓને જ અકસ્માત નડતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. સાત લોકોનાં મોત થયા છે અને તેમના પરિવારમાં પણ ભારે આક્રંદ જાેવા મળી રહ્યું છે. બીજી તરફ, આ બનાવના પગલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટિ્‌વટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. ત્યારે આ મામલે હાલ તો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution