વડોદરા, તા.૮

વાઘોડિયા તાલુકાના પવલેપુર ગ્રામ્ય વિસ્તારની હદમા આવેલ અક્ષરયુગ સોસાયટીમા કોરાનાએ માથું ઊચક્યું છે. વડોદરા શહેરમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા અને અક્ષરયુગ સોસાયટીમા રહેતા પ્રોફેસર સહિત પરીવારનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 

જેઓ આ સોસાયટીમા રહેતા અન્ય લોકોના સંપર્કમા આવતા તે લોકોએ સામે ચાલી રિપોર્ટ કરાવતા તેવોનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.કોઈ પણ જાતના લક્ષણ નહિ હોવા છતા પ્રોફેસરના સંપર્કમા આવેલ ૧૦ વ્યક્તીઓનો કોરાના ટેસ્ટ કરાવતા ૯ વ્યકિતઓ પોઝિટિવ જ્યારે અન્ય એકનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. 

જે પૈકી ત્રણ વડોદરાના હોવાનુ સામે આવ્યુ છે. આ સાથે જ અક્ષરયુગ સોસાયટીમા કુલ કોરાના પોજીટીવની સંખ્યા ૭ પર પહોંચી છે જેને લઈ પવલેપુર ગામના સરપંચ તલાટી તેમજ આરોગ્ય વિભાગે સોસાયટીના ૧૫૦ જેટલા મકાનોને હોમ કોરેનટાઈન કરી ૭ પોજીટીવ દર્દિઓને હોમ આઈશોલેશન મા આરોગ્ય વિભાગની દેખરેખ હેઠળ રાખવામા આવ્યા છે. તમામ પ્રકારની સોસાયટીમા અવરજવર પર રોક લગાડી દેવામા આવી છે. પોલીસને સોસાયટીના ગેટપર સુરક્ષાને ઘ્‌યાને રાખી પહેરો લગાવી દેવામા આવ્યો છે.એક તરફ કોરાના વોરીયર્સ કોરાનાના સંક્રમણથી બચાવ શોઘી રહ્યા છેતો બિજી તરફ તાલુકામથકે કોરોનાથી મુક્તી મળી હોય તેવી બેફિરાઈથી બજારોમા ફરી રહ્યા છે.