મોરિશિયશના દરીયા કાંઠેથી 17 ડોલ્ફીન મૃત હાલતમાં મળી આવી
27, ઓગ્સ્ટ 2020

મોરેશિયસ-

બુધવારે મોરિશિયસના કાંઠેથી સત્તર મૃત ડોલ્ફિન્સ મળી આવી છે. એક સરકારી અધિકારીએ ન્યૂઝ એજન્સી રોઇટર્સને કહ્યું, "જાપાની જહાજમાંથી તેલ ઢોળાયાની એક મહિના પછી, આ ક્ષેત્રમાં એક મોટી ઇકોલોજીકલ આપત્તિ આવી છે, જેના કારણે ડોલ્ફિન્સ સતત મરી રહી છે."

મત્સ્યઉદ્યોગ મંત્રાલયના જસ્વિન સોક અપ્પાડુએ કહ્યું, "મૃત ડોલ્ફિનના જડબાની આસપાસ ઘણા ઘા અને લોહી હતું, જોકે ત્યાં તેલનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જે દસ જીવંત મળી આવી હતી તે ખૂબ થાકેલી હતા અને ભાગ્યે જ તરવામાં સક્ષમ હતા." પ્પડુએ જણાવ્યું હતું કે મૃત ડોલ્ફિનને અલ્બિયન ફિશરીઝ રિસર્ચ સેન્ટરમાં શબપરીક્ષણ માટે લઈ જવામાં આવી છે. સ્થાનિક મોરેશિયસ પર્યાવરણીય જૂથના પ્રવક્તાએ ઓટોપ્સીનાં પરિણામો જાહેરમાં જાહેર કરવા હાકલ કરી છે. તેણે કહ્યું કે ડોલ્ફિન કેમ મરી ગયી તે સમજવા માટે તે ઓટોપ્સી દરમિયાન પોતે ત્યાં હાજર રહેવા માંગતો હતો.

જાપાની માલિકીની એમવી વકાશીયો શિપ સમુદ્રમાં તેલ ફેલાવવાનું શરૂ કર્યું. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે દરિયામાં તેલ પડવાને કારણે આ અસર સામે આવી છે. આ તેલના ઢોળાવાથી મોરેશિયસ અને તેના પર્યટન આધારિત આર્થિક દાયકાઓ સુધી અસર થઈ શકે છે. મોરિશિયસ મરીન કન્સર્વેઝન સોસાયટીએ કહ્યું કે 15 કિલોમીટરનો વિસ્તાર તેલના ઢોળાવવાથી પ્રભાવિત થયો છે અને તે બ્લુ બે મરીન પાર્ક તરફ આગળ વધી રહ્યો છે. બ્લુ બે 38 પ્રકારના જીવો અને 78 પ્રકારની માછલીઓનું ઘર છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution