મુંબઇ
વિશ્વભરમાં કોરોનાને કારણે ઘણાં બધા દેશોના થિયેટર બંદ છે. આથી જ તમામનું ધ્યાન વેબ પ્લેટફોર્મ પર છે. મોટા મોટા એક્ટર્સ પણ હવે વેબ સીરિઝમાં કામ કરવા તૈયાર થઈ ગયા છે. હવે શાહિદ કપૂર OTT પ્લેટફોર્મ પર થ્રિલર સીરિઝથી ડેબ્યૂ કરી રહ્યો છે.
રિપોર્ટ પ્રમાણે, શાહિદ કપૂરે એક ડિજિટલ સીરિઝ સાઈન કરી છે. આ સીરિઝને ડિરેક્ટર રાજ તથા કૃષ્ણા ડિરેક્ટ કરશે. આ ડિરેક્ટર્સે 'સ્ત્રી' ફિલ્મ તથા વેબ સીરિઝ 'ધ ફેમિલી મેન'થી લોકપ્રિયતા મેળવી હતી. 'ધ ફેમિલી મેન'ની સફળતા બાદ બંનેને અનેક OTT પ્લેટફોર્મ માટે સીરિઝ બનાવવાની ઓફર મળી હતી. ત્યારબાદ બંનેએ જાણીતા ડિજિટલ પ્લેટફોર્મ સાથે સીરિઝ સાઈન કરી હતી.
આ એક થ્રિલર સીરિઝ હશે, જેમાં બંનેએ શાહિદ કપૂરનું નામ ફાઈનલ કર્યું હતું. બંનેએ જ્યારે એક્ટરને સીરિઝની સ્ટોરી સંભળાવી તો શાહિદ તરત જ તૈયાર થઈ ગયો હતો. આ સીરિઝ માટે શાહિદે 100 કરોડ રૂપિયામાં ડીલ સાઈન કરી હોવાની ચર્ચા છે.
શાહિદ કપૂર બોલિવૂડ ફિલ્મ 'જર્સી'માં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ બાકી છે. લૉકડાઉન પહેલા આ ફિલ્મનું શૂટિંગ ચંદીગઢમાં થતું હતું. આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યા બાદ શાહિદ પોતાની સીરિઝનું શૂટિંગ શરૂ કરશે. આ પ્રોજેક્ટ ઉપરાંત શાહિદ તથા ગુનીત મોંગા વચ્ચે એક રીમેક ફિલ્મ વિશે ચર્ચા ચાલી રહી છે.
Loading ...