વીર ઝારાના હિટ સોન્ગ પર શાહરુખ ખાન -પ્રીતિ નાચતા જાેવા મળ્યા

યશ ચોપરાની ‘વીર ઝારા’ આજે પણ લોકો માટે સુપર હિટ છે. ‘વીર ઝારા’ એ સુપરહિટ પ્રેમ કહાનીમાંથી એક છે જેની સ્ટોરી આજે પણ લોકોને ખૂબ ગમે છે. ફિલ્મમાં શાહરુખ ખાને ભારતીય વાયુ સેનાના પાયલોટ વીર પ્રતાપ સિંહ અને પાકિસ્તાની છોકરી હયાત ખાનના રોલમાં પ્રીતિ ઝિન્ટાએ નિભાવ્યો હતો. ‘વીર ઝારા’ મુવીને લગભગ ૨૦ વર્ષ થશે. આ વચ્ચે સોશિયલ મિડીયામાં શાહરુખ ખાન-પ્રીતિ ઝિન્ટાનો એક થ્રોબેક વિડીયો સામે આવ્યો છે જેમાં બન્ને ડાન્સ રિહર્સલ કરતા જાેવા મળી રહ્યા છે. આ વિડીયોમાં બન્ને લુક એકદમ અલગ જાેવા મળી રહ્યો છે. સુપર હિટ ફિલ્મ ‘વીર ઝારા’ની કહાની ભારત-પાકિસ્તાનના લવર પર બેસ્ડ છે. ૨૦૦૪ની આ ફિલ્મમાં માત્ર એક પ્રેમ કહાની નહીં પરંતુ કંઇક ખાસ જાેવા પણ મળ્યુ હતુ. શાહરુખ ખાન અને પ્રીતિ ઝિન્ટાની આ ફિલ્મએ બોલિવૂડની રોમેન્ટિક ફિલ્મોના કેનવાસને પૂરી રીતે બદલી નાખ્યો હતો. આ ફિલ્મમાં શાહરુખ ખાન અને પ્રીતિ ઝિન્ટા સિવાય રાની મુખર્જી પણ જાેવા મળી હતી. દિવંગત મદન મોહનની ધુને પોતાના સંગીતથી લોકોનું દિલ જીતી લીધુ. સોશિયલ મિડીયામાં આ વિડીયો વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે જેમાં શાહરુખ ખાન અને પ્રીતિ ઝિન્ટા ડાન્સ રિહર્સલના દિવસનો વિડીયો સામે આવ્યો છે. બન્ને ફિલ્મના હિટ ગીત તેરે લિએ પર નાચતા જાેવા મળ્યા. ફિલ્મ ‘વીર ઝારા’માં દિવ્યા દત્તા, મનોજ બાજપેયી, અખિલેન્દ્ર મિશ્રા, અનુપમ ખેર, જાેહરા સહગલે પણ પોતાની ભૂમિકાથી લોકોનું દિલ જીતી લીધુ છે. અમિતાભ બચ્ચન અને હેમા માલિની આ ફિલ્મમાં સ્પેશિયલ એપિરિયન્સમાં જાેવા મળ્યા હતા. વીર ઝારાને આજે પણ રોમેન્ટિક ફિલ્મોના લિસ્ટમાં માનવામાં આવે છે. ૨૦૦૫માં સર્વશ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો છે. વીર ઝારામાં લગભગ ૫૦ વર્ષ જૂની ધૂનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફિલ્મ વીર ઝારાનું ક્લાઇમેક્સ, શૂટથી એક રાત પહેલાં લખવામાં આવ્યુ હતુ. જ્યારે રાની મુખર્જીએ ફિલ્મમાં નાની ભૂમિકા ભજવી હતી, પરંતુ પોતાની અદા અને ભૂમિકાથી દરેક લોકોનું દિલ જીતી લીધુ છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution