વડોદરા, તા.૨૭

વડોદરા જિલ્લાની ડભોઈ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર શૈલેષ મહેતા (સોટ્ટા)ને વિવિધ ગામો અને સમાજના લોકોનો ભારે પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે નવા સીમાંકનના ગામો બિલ, ભાયલી, ગોકળપુરા, રામપુરા સહિતના ગામોમાં ભારે આવકાર મળી રહ્યો છે. વિધાનસભા ચૂંટણીના પડઘમ વચ્ચે ચૂંટણી પ્રચારનો દોર ચાલી રહ્યો છે. ત્યારે ડભોઈ વિધાનસભા પર ભાજપના ઉમેદવાર શૈલેષ મહેતાને પ્રચંડ જનપ્રતિસાદ મળી રહ્યો છે. ડભોઈ વિધાનસભાના નવા સીમાંકનના ગામોમાં આજે પ્રચાર કર્યો હતો. ડભોઈ વિધાનસભામાં ખરાખરીનો જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. ત્યારે આજે ભાજપના ઉમેદવાર ભાયલી, ગોકુળપુરા, રામપુરા, છાપરિયાપુરા, લક્ષ્મીપુરા, સમિયાલા, બિલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચાર માટે પહોંચ્યા હતા. આ ગામોમાં પ્રચંડ આવકાર મળી રહ્યો છે અને ઠેર ઠેર મોટી સંખ્યામાં જનતાએ આવકાર આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, વિકાસનાં કામો કર્યા છે અને જે બાકી છે તે પણ આવનાર સમયમાં પૂર્ણ કરવામાં આવશે.