04, ડિસેમ્બર 2022
1188 |
ગુજરાત વિધાનસભાના બીજા તબક્કાની ચૂંટણીના પડઘમ પાંચ વાગ્યાથી શાંત થઇ ગયા છે ત્યારે ડભોઇ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર શૈલેષભાઈ મહેતાએ આ વખતે ખૂબ મોટા માર્જિન મતોથી જીત હાંસલ કરવા માટે છેલ્લા ટાઈમ સુધી એડી ચોટીનું જાેર લગાવી નગરમાં બાઈક રેલી યોજી હતી. જેમાં ખૂબ મોટી સંખ્યામાં નગર અને તાલુકાના લોકો જાેડાયા હતા. આ રેલી શંકરપુરા તેન તળાવ, ટીંબી, ગામમાં ફરી હતી.ગતરોજ કારવણની જાહેર સભામાં અમે ભાજપ સાથે જ છે અને રહેવાના છે. આ લોકોએ જણાવ્યું હતું કે અમે વિકાસની રાજનીતિમાં રહ્યા છે. નહીં કે જ્ઞાતી જાતિનું રાજકારણ. શૈલેષભાઈ એ એમની આગવી શૈલીમાં સામેવાળા ઉમેદવાર પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે તેમને ભય દેખાઈ રહ્યો છે.