શૈતાન સસરોઃ અમદાવાદમાં સસરાની બિભત્સ માંગથી ત્રાસી પરિણિતા પોલીસને શરણે

અમદાવાદ-

અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે મહિલાઓ પરિવારજનની જ છેડતીનો ભોગ બની રહી એવા કિસ્સાઓ વધી રહ્યા છે. આજે આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પૂર્વ વિસ્તારમાં રહેતી યુવતી લગ્ન કરી અનેક સપનાઓ સાથે સાસરીમાં ગઈ હતી. સાસરીમાં તમાંમ સપનાઓ પુરા થશે તેવી આશા સાથે પરિણીતાએ લગ્ન કર્યા હતા. પરંતુ પરિણીતાને સસરાની જગ્યાએ એક શેતાન મળ્યો હતો. વહુ જ્યારે ઘરમાં હોય ત્યારે સસરા એકલતાનો લાભ લેવા તેના રૂમમાં પહોંચી જતા હતાં. માત્ર એટલું જ નહીં, સસરા પુત્રવધૂ સાથે અડપલાં કરી અનૈતિક માગણી કરતા હતા. હવે આ સમગ્ર મામલો મહિલા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.

શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી પરિણીતાએ પતિ, સાસુ, સસરા, મોટા કાકા સસરા, કાકા સસરા સહિત ૮ લોકો સામે શારીરિક માનસિક ત્રાસ અને દહેજમાં પૈસા લાવવા માટે દબાણ અંગેની ફરિયાદ મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. પરિણીતાએ આક્ષેપ કર્યો છે કે, જ્યારે પોતે રૂમમાં એકલી હોય છે ત્યારે તેના સસરા રૂમમાં આવી શરીરે સ્પર્શ કરી તેની સાથે અણછાજતું વર્તન કરતા હતા. મહિલા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ પરિણીતાના મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી યુવક સાથે લગ્ન થયા હતાં. લગ્ન પહેલા સાસરિયાઓએ યુવતીના યુવક સાથે લગ્ન કરાવવા માટે તેમજ ઘર બનાવવા માટે રૂ. ૨૫ લાખ માગ્યા હતા. જે પૈસા યુવતીના પિતાએ આપ્યા હતા. પૈસા આપ્યા બાદ તેઓના લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પૈસા પરત ન આપવા પડે તેના માટે શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. અમદાવાદમાં રહેતા પરિણીતાના સાસુ, સસરા, પતિ તેમજ ઉત્તરપ્રદેશમાં મોટા કાકા સસરા અને કચ્છમાં રહેતા તેના કાકા સસરાએ પણ અવારનવાર આ બાબતે ત્રાસ આપ્યો હતો. તેની સાથે સાથે અવારનવાર પૈસાની પણ માગણી કરી દબાણ કરતા હતા. જેથી કંટાળીને પરિણીતાએ મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution