ગાંધીનગર, તાજેતરમાં જ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ એક વીડિયો દ્વારા એવું જણાવ્યું હતું કે રાજ્યમાં ભાજપને પછાડવા માટે દિલ્હીથી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી મને બોલાવશે તો હું ત્યાં જઈને તેમની સાથે વાતચીત કરવા માટે તૈયાર છું. જાે તેઓ તૈયાર થશે તો હું કોંગ્રેસમાં વિના શરતે જાેડાઈ જઈશ. તેમના આ વીડિયો બાદ કોંગ્રેસમાં ઘરવાપસી માટે આગામી ૧૫મી ફેબ્રુઆરી બાદ ર્નિણય લેવાય તેવી શક્યતાઓ છે. કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ બે દિવસ અગાઉ શંકરસિંહ સાથે બંધ બારણે પોતાના નિવાસ સ્થાને બેઠક યોજતાં ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. બીજી બાજુ કોંગ્રેસમાંથી ભાજપમાં જાેડાઈ ગયેલા અલ્પેશ ઠાકોરને પણ કોંગ્રેસમાં પરત લાવવાની કવાયત હાથ ધરાઈ હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

શંકરસિંહ વાઘેલાની આ કથિત મુલાકાત બાદ સોલંકીએ તે જ રાત્રે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જાેડાયેલા અલ્પેશ ઠાકોરને પણ કોંગ્રેસમાં પરત લાવવા માટે પ્રયાસો કર્યા હોવાનું કહેવામાં આવે છે. આગામી ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને ભાજપ સામે બાથ ભીડવા અને જ્ઞાતિ જાતીના રાજકીય સમીકરણો બેસાડવા માટે વાઘેલા અને ઠાકોરની ઘરવાપસી માટે કોંગ્રેસ તૈયારી કરી રહી છે. મહત્વનું છે કે હાલના સમયમાં કોંગ્રેસ પાસે ગુજરાતમાં કોઈપણ સવર્સ્વિકૃત નેતા નથી. તેમજ કોંગ્રેસ પાર્ટી માટે લોકો વચ્ચે પણ માસ અપીલ ધરાવતા કદાવર નેતાની મોટી ખોટ છે. આ તરફ કોંગ્રેસના સૂત્રોમાં ચર્ચાતી વાત મુજબ આગામી ૧૫ ફેબ્રુઆરી પછી ગમે ત્યારે ઘરવાપસીની આ જાહેરાત થઈ શકે છે. જાે કોંગ્રેસના સૂત્રોની વાત માનીએ તો પાર્ટી માટે હાલની પંચાયતો અને પાલિકાની ચૂંટણી મીની વિધાનસભા ચૂંટણી સમાન જ છે. ૨૦૧૫માં આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસે ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપને ધોબીપછાડ આપી હતી. કુલ ૩૧માંતી ૨૩ જેટલી જિલ્લા પંચાયતો પર કોંગ્રેસનો વાવટો લહેરાવ્યો હતો. જાેકે તે વખતે પણ મહાનગરોમાં કોંગ્રેસની નબળાઈ સામે આવી હતી.