ઈરાનની નાકાબંધી તોડવાનો પ્રયાસ કરતું જહાજ ઝડપાયું
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
26, એપ્રીલ 2026  |   3267

યુએસ સેન્ટ્રલ કમાન્ડે શનિવારે અરબી સમુદ્રમાં એક મહત્ત્વપૂર્ણ ઓપરેશન પાર પાડીને ઈરાન પર લાદવામાં આવેલી દરિયાઈ નાકાબંધી તોડવાનો પ્રયાસ કરી રહેલા વેપારી જહાજ સેવાનને અટકાવ્યું છે. આ જહાજ ઈરાની ઓઈલ અને ગેસ ઉત્પાદનોને ગેરકાયદે રીતે વિદેશી બજારોમાં પહોંચાડતા શેડો ફ્લીટનો ભાગ હોવાનું અમેરિકી સેનાએ જણાવ્યું છે.અમેરિકી સુરક્ષા એજન્સીઓના મતે શેડો ફ્લીટએ ૧૯ જહાજાેનો એવો સમૂહ છે જે ઈરાન પરના આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો હોવા છતાં વિશ્વના અન્ય દેશોમાં ઓઈલ અને ગેસનું પરિવહન કરે છે. આ જહાજાે અબજાે ડોલરના મૂલ્યના ઓઈલ, ગેસ, પ્રોપેન અને બ્યુટેન જેવા ઉત્પાદનો ઈરાનથી બહાર લઈ જાય છે. ઈરાન આ જહાજાેનો ઉપયોગ અમેરિકી પ્રતિબંધોથી બચવા અને પોતાની અર્થવ્યવસ્થાને મજબૂત રાખવા માટે કરે છે. અમેરિકાએ આ તમામ ૧૯ જહાજાે પર કડક પ્રતિબંધો લાદેલા છે.આ કાર્યવાહી યુએસ નૌકાદળના માર્ગદર્શિત-મિસાઇલ વિનાશક યુએસએસ પિંકની દ્વારા હાથ ધરવામાં આવી હતી. વિનાશક જહાજના હેલિકોપ્ટરે અરબી સમુદ્રમાં સેવાન જહાજને અટકાવી તેને યુએસ લશ્કરી સૂચનાઓનું પાલન કરવા આદેશ આપ્યો હતો.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution