સુરસાગરના શિવજીને સોનાના ઢોળથી સજાવાશે

શહેરના હાર્દસમા સુરસાગર તળાવની મધ્યે પ્રસ્થાપિત શિવજીની પ્રતિમા છે. આ પ્રતિમાને પ્રસ્થાપિત કરવા માટે સાવલીના સંતે હાલના નર્મદા મંત્રી યોગેશભાઈ પટેલે પ્રેરણા આપી હતી. તેના પરિપાક રૂપે સુરસાગરમાં શિવજીની પ્રતિમા થોડા વરસો પૂર્વ તૈયાર કરવામાં આવી હતી. હવે આ પ્રતિમાને સોનાના ઢોળથી મઢવાની હોઈ વરસાદના વિરામ બાદ પ્રતિમાની સાફસફાઈ કરવાનું કામ સત્યમ્‌ શિવમ્‌ સુંદરમ્‌ ટ્રસ્ટ દ્વારા ધરવામાં આવ્યું છે જેના કારણે શિવભક્તોમાં ખુશીની લહેર વ્યાપી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution