આજથી શ્રાવણનો શુભારંભ ઃ શિવાલયો બમ્‌..બમ્‌..ભોલેના નાદથી ગૂંજી ઊઠશે
13, ઓગ્સ્ટ 2022

વડોદરા, તા.૨૮

દેવાધિદેવ મહાદેવની ભક્તિનો અપાર મહિમા ધરાવતા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ કાલથી થશે. આખો માસ શિવાલયોમાં ભક્તો દ્વારા જળાભિષેક સહિત બિલ્વપત્ર અને વિવિધ દૃવ્યોથી પૂજા-અર્ચના કરવામાં આવશે. શિવાલયોમાં રૂદ્રિ-રૂદ્રાભિષેક સહિત શિવભક્તિને લગતા અનુષ્ઠાન કરાશે.

દેવાધિદેવ મહાદેવની ભક્તિનો અપાર મહિમા ધરાવતા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ કાલથી થશે. શિવભક્તોમાં અત્યારથી અનેરો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. શિવાલયોને રોશનીથી શણગારવામાં આવ્યા છે. તો મંદિરોમાં શ્રાવણ માસ દરમિયાન શિવજીની કૃપાપ્રાપ્તિ માટે રૂદ્રી, રૂદ્રાભિષેક સહિત અનુષ્ઠાનોનું આયોજન પણ કરવામાં આવશે. શ્રાવણ માસમાં શિવલિંગ ઉપર જળ સહિત દૃવ્યોના અભિષેક કરાશે. બિલ્વપત્ર સહિત સામગ્રી શિવજીને અર્પણ કરી ભકતો શિવભક્તિમાં લીન થશે. તો મહાદેવની કૃપા માટે માટીમાંથી બનાવાતા પાર્થેશ્વર પૂજનનો પણ ખાસ મહિમા હોવાથી બ્રાહ્મણો દ્વારા પાર્થેશ્વર બનાવી પૂજા-અર્ચના કરવામાં આવશે. તહેવારોની શરૂઆત દિવસના દિવસથી થઈ જતી હોય છે. તહેવારોના કારણે ફૂલ અને બિલ્વપત્રના ભાવમાં પણ વધારો નોંધાયો છે. વડોદરા શહેરની રક્ષા નવનાથ મહાદેવ કરે છે તેથી કાવડયાત્રા સમિતિ દ્વારા નવનાથ શિવાલયોમાં પવિત્ર નદીઓના જળથી શિવલિંગ ઉપર અભિષેકનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

 દશામાતાની મૂર્તિઓની વિધિવત્‌ સ્થાપના કરાઈ

અષાઢ વદ અમાસ એટલે કે હરિયાળી અમાસના પવિત્ર દિવસે માનવીની દશા સુધારતા અને કળિયુગમાં વિશેષ પ્રભાવી ગણાતા દશામાતાના દસ દિવસમાં વ્રતનો પણ પ્રારંભ થઈ રહ્યો છે. માઈભક્તો દ્વારા ઘરમાં વિવિધ કદ અને આકારની દશામાતાની મૂર્તિઓની વિધિ અનુસાર સ્થાપના કરવામાં આવી છે. દસ દિવસ સુધી દશામાતાની પ્રસન્નતા માટે સોળેશણગાર, ભોગ વગેરે કરવામાં આવે છે. રાત્રે ભજન-કીર્તનની રમઝટ પણ જામશે. દસ દિવસ બાદ સ્થાપિત મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution