સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ દુબઈમાં પ્રથમ લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી
14, ફેબ્રુઆરી 2024 990   |  

બોલિવૂડ લવબર્ડ્‌સ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા તેમની સુંદર બોન્ડિંગને કારણે ચર્ચામાં રહે છે. બંનેએ તેમની કારકિર્દીમાં નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરી છે અને વાસ્તવિક જીવનમાં પણ બંને એકબીજાની કંપનીનો આનંદ માણે છે. ચાહકો પણ તેમની જાેડીને પસંદ કરે છે અને તેમના વીડિયો પણ સોશિયલ મીડિયા પર મુકતા રહે છે. ત્યારે હાલમાં જ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ તેમના લગ્નને એક વર્ષ પૂર્ણ કર્યું છે. આ દરમિયાન કિયારાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે સિદ્ધાર્થે તેને તેની પહેલી મેરેજ એનિવર્સરી પર શું ગિફ્ટ આપી હતી. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી મેરેજ એનિવર્સરી નિમિત્તે દુબઈ ગયા હતા. અહીં તે એક લક્ઝરી હોટલના લોન્ચિંગનો ભાગ બન્યો હતો. આ ખાસ અવસર પર, કપલે તેમના ગ્લેમરથી બધાને પ્રભાવિત કર્યા. આ દરમિયાન, એક ઇન્ટરવ્યુમાં વાતચીત દરમિયાન, કિયારાને પૂછવામાં આવ્યું કે તેણીને ફસ્ટ મેરેજ એનિવર્સરીના અવસર પર ભેટ તરીકે શું મળ્યું? અભિનેત્રીએ પણ આનો ખૂબ જ સુંદર જવાબ આપ્યો. કિયારાએ કહ્યું કે તેને ઘણો પ્રેમ મળ્યો. તેના જવાબ પર ચાહકો પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે. તેમજ કિયારાએ પહેલા તેના પતિ તરફ શરમાતા નજરે જાેયું અને પછી કહ્યું – આ માત્ર એક દિવસ નહી પણ એનિવર્સરી આખો મહિનો ચાલી !” સિદ્ધાર્થે વધુમાં કહ્યું કે આ એક શાનદાર સફર હતી જે બંનેએ સાથે મળીને નક્કી કરી હતી.તમને જણાવી દઈએ કે કિયારા અને સિડની જાેડી ફેન્સની ફેવરિટ જાેડીમાંથી એક છે. બંનેએ દુબઈમાં તેમની પ્રથમ લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી હતી. હાલમાં જ સિદ્ધાર્થ મલ્હોત્રાએ પત્ની કિયારા સાથેનો એક ફોટો શેર કર્યો છે. તેની આ તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution