અળસીનું ખોટી રીતે સેવન કરવાથી નુકસાન થશે
19, જુન 2020

અળસીના બીજમાં આયરન, ઝીંક, કેલ્શિયમ પોટેશિયમ, ફોસ્ફરસ, વિટામિન સી, વિટામિન એ, કેરોટીન સહિતના તત્વો રહેલા હોય છે. જેનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. એવામાં બીમારી લાગવાનો ખતરો ઘટી જાય છે. હૃદયને સ્વસ્થ રાખવા માટે કે હૃદયસંબંધિત બીમારીઓથી બચાવવા માટે અળસી મદદરૂપ થાય છે. પરંતુ ઘણા લોકો એવા છે કે જેને અળસીનું સેવન કઈ રીતે કરવું જોઇએ તેની યોગ્ય પદ્ધતિ ખબર હોતી નથી. ચાલો જાણીએ કે અળસીનું સેવન કરવાથી શું લાભ થાય છે અને સાથે જ તેનું સેવન કરવાની યોગ્ય પદ્ધતિ કઈ છે.

અળસીનું સેવન કરવાથી નખ અને વાળને પોષણ મળે છે. વાળ ખ રવાનું ઓછું થાય છે, અને વાળ મૂળમાંથી મજબૂત બને છે. તેમજ માથામાં ખોડો હોય તો તે દૂર કરે છે. નખ ઝડપથી વધારે છે. 

અળસીના બીજ આંખોની દ્રષ્ટિ તેજ કરવામાં મદદ કરે છે સાથે જ એક્ઝીમા અને સોરાયસિસ જેવી આંખો સંબંધિત બીમારીઓ થવાનો ખતરો ઓછો થાય છે. અળસીમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ તત્વ હોર્મોનલ બેલેન્સ માટે ખૂબ જ લાભકારક હોય છે તેના સેવન કરવાથી માસિકના દુખાવામાં પણ રાહત મળે છે. જે લોકોને હાઇ બ્લડપ્રેશરની સમસ્યા હોય છે તેમણે રોજિંદા અળસીના બીજનું સેવન કરવું જોઈએ છે, જેથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહેશે તેમ જ હૃદય સંબંધિત બીમારીઓ થવાનો ખતરો ઓછો થાય છે. અળસીમાં રહેલા વિટામિન બી કોમ્પ્લેક્સ, મેગ્નેશિયમ વગેરે તત્વો કોલેસ્ટ્રોલ વધતું અટકાવે છે. અળસીમાં અનસેચ્યુરેટેડ ફેટી એસિડ વધારે પ્રમાણમાં હોવાથી શરીરમાં કેન્સરને કોશિકામાં વધવાથી રોકે છે. એવામાં બ્રેસ્ટ, પ્રોટેસ્ટ અને કોલોન કેન્સર થવાની શકયતા ખૂબ જ ઓછી રહે છે. અળસીના બીજોમાં રહેલા અલ્પા લીનોલેનીક એસિડ સાંધાના દર્દમાં રાહત અપાવવામાં મદદ કરે છે સાથે જ આર્થરાઇટિસ નામની બીમારીથી પીડાતા દર્દીઓને તેનું સેવન કરવું લાભકારક રહે છે. ગર્ભવતી મહિલાઓ તેમજ સ્તનપાન કરાવતી માતાઓએ તેનુ રોજીંદુ સેવન કરવું જોઈએ.ખાસ કરીને આ મહિલાઓ માટે અળસી માંથી બનાવેલા લાડુ ઘણા લાભકારક હોય છે જેથી તેમના શરીરમાં ઉર્જા આવે છે અને બાળક પણ સ્વસ્થ રહે છે. કેટલાક લોકો ઓમેગા-૩ ફેટી એસિડની કેપ્સુલ થાય છે. એવામાં એ લોકો માટે અળસીના બીજનું સેવન કરવું એ સારો વિકલ્પ છે. તેમાં ફાઇબર વધારે માત્રામાં હોવાના કારણે ઘણા સમય સુધી પેટ ભરેલું રહે છે. જેથી વજન કંટ્રોલમાં રહે છે અને એવામાં લોકોનું વજન ઓછું કરવા માંગતા હોય તેમના માટે ઉપયોગી છે. માસિક દરમિયાન કેટલીક મહિલાઓને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે ત્યારે ૪૦ ગ્રામ પીસેલી અળસી ખાવાથી દર્દમાંથી રાહત મળે છે સાથે મેનોપોઝની સમસ્યામાં પણ ફાયદો થાય છે જે હોર્મોન થેરપી થકી મળતો હોય છે. જેમાં રહેલા એન્ટી ફંગલ અને એન્ટી ઓક્સિડેન્ટ ગુણ હોવાના કારણે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે. આ રીતે બીમારીઓને થવાનો ખતરો ખૂબ જ ઘટી જાય છે. ઘણા લોકોને આખા અનાજ ખાવાથી અપચાની ફરિયાદ રહે છે. એવામાં અળસીના બીજને મિક્સરમાં પીસી તેના પાવડરનું સેવન કરવું જોઈએ. આ માટે એક ટેબલ સ્પૂન અળસી પાવડરને રોજ સવારે ખાલી પેટે હુંફાળા પાણી સાથે પીવો જોઈએ. 

તેને ફળ કે શાકભાજી કે જ્યુસ મિક્સ કરીને ખાવાથી પણ લાભ થાય છે. પરંતુ એ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે કે દિવસમાં બે ચમચી કરતાં વધારે અળસીનું સેવન કરવું જોઇએ નહીં. અળસીને તાવડીમાં હલકી શેકી અને ખાઈ શકાય છે ધ્યાન રહે કે વધારે સમય સુધી શેકવી જોઈએ નહીં. જેના કારણે અળસીનામાં રહેલું ઓક્સિજન ખરાબ થઈ શકે છે. જેટલો જરૂરી હોય તેટલો પાવડર જરૂરિયાત પ્રમાણે શેકીને સેવન કરવું જોઇએ સાથે તેને વધારે શેકવાથી બચવું જોઇએ નહીંતર તેનો ટેસ્ટ ખરાબ પણ થઈ શકે છે અને પોષકતત્ત્વો પણ નષ્ટ થઈ શકે છે. ઘણા લોકોને અળસી ખાવાથી પ્રારંભમાં કબજીયાતની ફરિયાદ રહે છે તેનાથી બચવા માટે પાણી પણ વધારે પીવું જોઈએ. અળસીના સેવનથી લોહી પાતળું થાય છે, આ માટે બ્લડ પ્રેશરના દર્દીઓએ તેને ખાતા પહેલા તબીબનો સંપર્ક કરવો જોઈએ. 


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution