રાજકોટ-

કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ રાજનીતિમાં સક્રિય થવાના સંકેત આપ્યા છે. ગુજરાતમાં ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, તેને લઈને અત્યારથી રાજકીય પક્ષો કામે લાગી ગયા છે. ગુજરાતમાં ચૂંટણી આવે ત્યારે રાજકીય પક્ષો વોટબેંક ખેંચવા માટે અવનવા દાવપેંચ રમતા હોય છે. ત્યારે સૌરાષ્ટ્રમાં વોટબેંક ખેંચવા માટે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. રાજકોટમાં વજુભાઈ વાળાને ત્યાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે. જેમાં સામાજિક એક્તા, રાજકીય શક્તિ પ્રદર્શનની રણનીતિ ઘડાઈ હોવાની માહિતી મળી રહી છે.

રાજકોટમાં વજુભાઈ વાળાને ત્યાં મહત્વપૂર્ણ બેઠક કર્યા બાદ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. વજુભાઈએ જણાવ્યું હતું કે અત્યારના મુખ્યમંત્રીએ સારુ કામ કર્યું છે. નિવૃત્ત થાઉં તો ગીતામાં કર્મયોગ કાઢવો પડે. આગામી સમયમાં ભાજપને જીત મળે તે માટે મહેનત કરીશ.વજુભાઈ વાળાએ વધુમાં જણાવ્યું હતું કે, નિવૃત્ત થાઉં તો ગીતામાં કર્મયોગ કાઢવો પડે તેમ ભાજપને જીત મળે તે માટે મહેનત કરીશ. ભાજપના મિશન ૧૮૨ પૂર્ણ કરવાનો પ્રયાસ કરીશ. ચૂંટણીના પરિણામ બાદ હું મારી ભૂમિકા નક્કી કરીશ. હું સંગઢનમાં રહીને કામ કરીશ, શાસનમાં રહીને નહીં. હું માર્ગદર્શક નહીં, કાર્યકર બનીને રહીશ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી બનવાની મારી કોઈ ઇચ્છા નથી. વિજયભાઈએ પોતાનું પર્ફોમન્સ બતાવ્યું છે. પાર્ટી સોંપશે એ કામ કરીશ.

વજુવાળાએ જણાવ્યું હતું કે, પાર્ટી જે નક્કી કરશે તે કામ કરીશ. તે મારો રોલ હશે. ગુજરાતમાં ગમે તેટલા મોર્ચા હોય પાર્ટી જે રણનીતિ ઘડશે તેના પર કામ કરવાનું હોય છે. મારે માર્ગદર્શન આપવાનું નથી. જેને જરૂર પડે તેને હું મારો માર્ગ ખાલી કરીને આપું છું. મારું પાર્ટીના કાર્યકર્તાનું કામ નથી માર્ગદર્શન આપવાનુંપ મારે પાર્ટી કે તે કામ કરવાનું છે. મારે શાસનકર્તાને કશું કહેવાનું નથી. હું સંગઠનનો માણસ છું.ગુજરાતમાં ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા હવે કારડિયા રાજપૂત સમાજ એકતા બતાવવા મેદાને ઊતર્યો છે જેની કમાન રાજકારણમાંથી નિવૃત્ત થયેલા એવા સિનિયર નેતા વજુભાઈને સોંપાશે તેવી ચર્ચા ચાલી રહી છે. રાજકોટમાં વજુભાઈ વાળાને ત્યાં મહત્વપૂર્ણ બેઠકમાં સામાજિક એક્તા, રાજકીય શક્તિ પ્રદર્શનની રણનીતિ ઘડાઈ હોવાની માહિતી મળી રહી છે. એટલું જ નહીં કારડિયા રાજપૂત સમાજ દ્વારા મંદિર બનાવવાનો ર્નિણય કરાયો છે. સુરેન્દ્રનગર પાસે લીંબડી હાઈવે પર કારડિયા રાજપૂતના કુળદેવી ભવાની માતાજીનું મંદિર નિર્માણ થશે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે રાજકોટમાં કર્ણાટકના પૂર્વે રાજ્યપાલ વજુભાઇ વાળાને ત્યાં એક મહત્વપૂર્ણ બેઠક મળી છે. શુક્રવારે મોડીસાંજે વજુભાઇ વાળાના ઘરે બેઠક મળી હતી. આ બેઠકમાં સામાજિક એકતા સાથે રાજકીય શક્તિ પ્રદર્શનની મહત્વની રણનીતિ ઘડાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. પૂર્વે મંત્રી અને અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ જશાભાઈ બારડ, માવજી ભાઈ ડોડીયા સહીત ગણતરીના અગ્રણીઓ વજુભાઈ વાળાને ત્યાં મળેલી બેઠકમાં હાજર રહ્યા હતા, જ્યાં સુરેન્દ્રનગર પાસે લીંબડી હાઈવે પર ખોડલધામ જેવુ જ કારડીયા રાજપૂત સમાજ દ્વારા ભવાની માતાજીનુ મંદીર બનાવવાનૉ ર્નિણય લેવાયો છે. શક્તિની ભક્તિ સાથે સમાજ એકતાના આ મંદીર નિર્માણ સહીતનુ સુકાન વજુભાઈ વાળાને સોંપાશે.