‘રિક્ષામાં બેસી જાવ તમને ઘરે મુકી જાઉં’ કહી ચોરી કરતા ૩ ઝડપાયા
24, જુન 2020

રાજકોટ,તા.૨૩ 

શહેરમાં લૂંટફાટ અને ચોરીના કેસમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. પ્રહલાદ પ્લોટમાં રહેતા એક વૃદ્ધાને મફતમાં રીક્ષામાં બેસાડી તેના હાથમાં પહેરેલી ૩૦ હજારની સોનાની બંગડીની ચોરી થઈ હોવાની ઘટના બની હતી. જા કે ભોગ બનનાર વસુમતિબેન અરૂણકાંત કોઠારી (ઉં.વ.૬૪)એ ત્રણ અજાણ્યા શખ્સ અને એક મહિલા વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આજે રીક્ષાગેંગ ત્રિપુટી સુનીલ ઉર્ફ ચંદુભાઈ ચુડાસમા, નરેશ ઉર્ફ ઝીણી બાબુભાઈ દુઘરેજીયા અને રેખાબેન વિજયબાઈ સોલંકીની ધરપકડ કરી છે. જ્યારે ૨ આરોપી પોલીસ પકડથી દૂર છે. આ ગેંગ મુસાફરોને રીક્ષામાં બેસાડી નજર ચુકવી ચોરીને અંજામ આપતા હતા. રીક્ષાગેંગ ત્રિપુટીએ ૭ જેટલી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. આ ગેંગ રીક્ષામાં મુસાફરી કરતી મોટી ઉંમરની મહિલાઓની સોનાની બંગડી કટરથી કાપી નાખતા અને પુરૂષોના પર્સ સેરવી લેતા હતા. હાલ તો પોલીસે રીક્ષાગેંગ ત્રિપુટી પાસેથી સોનાના દાગીના અને ૧૭ હજારની રોકડ સહિત કુલ ૧ લાખ ૨૩ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution