મીઠીખાડીના પૂર ઓસર્યા પછી લિંબાયત વિસ્તારની સ્થિતિ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, જુલાઈ 2026  |   1881

સ્વચ્છતામાં સમગ્ર દેશમાં નંબર-૧ મેળવનાર સુરત શહેરમાં ભારેથી અતિભારે વરસાદ બાદ ખાડીપૂરે ભરડામાં લેતાં સમગ્ર શહેર જળબંબાકાર બની ગયું હતું. સતત ત્રણ દિવસ સુધી ખાડીપૂરનાં પાણી ભરાયેલાં રહ્યાં હતાં. ગુરૂવારે રાત્રિથી મોટાભાગનાં વિસ્તારોમાંથી ખાડીપૂરનાં પાણી ઓસરવાનું શરૂ થયું હતું અને ગંદકી તેમજ કચરાનાં ઢગલાં જાેવા મળ્યાં હતાં. ખાસકરીને મીઠીખાડીની આસપાસનાં લિંબાયત સહિતનાં વિસ્તારોમાં પારાવાર ગંદકીનાં થર જામી ગયાં હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી. રાજ્ય સરકારે પણ ૨૪ કલાકમાં સમગ્ર શહેરમાંથી ગંદકી, કચરાની સફાઇ કરી સુરત શહેરને ચોખ્ખુંચણાંક બનાવી દેવાનો આદેશ આપ્યો હોવાથી મહાનગર પાલિકાનાં સત્તાધીશોએ તમામ ઝોનમાં મહત્તમ માણસોને કામે લગાવી સ્વચ્છતાઝુંબેશ હાથ ધરી છે. સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે જણાવ્યું હતું કે, રાઉન્ડ ધ ક્લોક કામગીરી હાથ ધરીને સમગ્ર શહેરને સ્વચ્છ કરી દેવામાં આવશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution