આણંદઃ-

આણંદમાં જિલ્લા આચાર્ય સંઘની કારોબારી બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લા આચાર્ય સંઘમાં અધ્યક્ષ તરીકે રોહિત સુથાર, ઉપપ્રમુખ તરીકે નિલેશ પટેલ, સંગઠન મંત્રી તરીકે ભરત પટેલ અનવેશક તરીકે હરિશ પરમાર તથા સંસદ સભ્ય તરીકે દિગ્વિજયસિંહ શિણોલ અને પરેશ શાહની નિમણૂક કરાઈ છે, જે ખંભાત એસવીએસ માટે ગૌરવપૂર્ણ બાબત ગણી શકાય. સમગ્ર એસવીએસ તરફથી આ છ આચાર્યોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ સાથે ખંભાતના શૈક્ષણિક પ્રશ્નોને રાજ્ય કક્ષાએ વાચા આપશો તેવી અપેક્ષા સાથે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.આ અંગે જિલ્લા આચાર્ય સંઘના અધ્યક્ષ રોહિત સુથારે જણાવ્યું હતું કે, આણંદ જિલ્લા માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક આચાર્ય સંઘમાં અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરાતા એસવીએસ તથા શાળા પરિવાર દ્વારા સન્માન કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.જિલ્લા આચાર્ય સંઘના અધ્યક્ષે વધુમાં જણાવ્યું કે, આ સન્માન અને પદ શાળા, સંસ્થા, સૌ શિક્ષકો અને આચાર્યોના કારણે છે. સૌના સહકારથી જ હું સફળ છું. આ મારું એકલાનું નહીં સૌનું સન્માન છે. હું દરેક શિક્ષકોના પ્રશ્નોને વાચા આપી તેમનો અવાજ રાજ્યકક્ષા સુધી પહોંચાડીશ અને શિક્ષકોના પ્રશ્નોનું સુખદ સમાધાન લાવવા પર્યંત કરીશ.