૬૮૩ દિવસ બાદ ઈરાનની કેદમાંથી અમેરિકન નાગરિકને મુક્ત કરાયો

વોશિંગ્ટન,તા.૫

અમેરિકાના પૂર્વ નૌસૈનિક માઇકલ વ્હાઇટને ઈરાન દ્વારા ગુરુવારે મુક્ત કરાયો હતો. રાષ્ટપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટની મુક્તિ પર ખુશી વ્યક્ત કરી હતી. આપણી વચ્ચે હવે ડીલ થઈ શકે છે. જાકે, તેમણે સ્પષ્ટ કર્યું નથી કે તેઓ કઈ ડીલ વિશે વાત કરી રહ્યા છે. આનું કારણ એ છે કે ત્રણ અમેરિકનો હજી ઇરાનમાં કેદ છે. ટ્રમ્પ તેમની મુક્તિ અથવા અથવા બંને દેશો વચ્ચેના પરમાણુ કરાર, કઈ ડીલ વિશે વાત કરી રહ્યા છે, તે નક્કી નથી. વ્હાઇટની ઈરાની શહેર મશહાદમાંથી ૨૦૧૮માં ધરપકડ કરવામાં આવી હતી. મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર, વ્હાઇટ ત્યાં તેની મહિલા મિત્રને મળવા ગયો હતો. વ્હાઇટ ફેમિલીના પ્રવક્તા અનુસાર, વ્હાઇટને ઈરાનમાં ૬૮૩ દિવસ માટે કેદ કરવામાં આવ્યો હતો. ગુરુવારે, ટ્રમ્પે વ્હાઇટની મુક્તિ ની પુષ્ટિ થતાં જ નિવેદન બહાર પાડ્યું હતું. તેમનું ટ્‌વીટ પણ આવ્યું. “માઇકલ વ્હાઇટ સાથે થોડા સમય પહેલા જ મેં ફોન પર વાતચીત કરી છે. ઈરાનની જેલમાંથી છૂટ્યા બાદ હાલમાં તે ઝ્યુરિખમાં છે. ટૂંક સમયમાં તે અમેરિકામાં તેના ઘરે પહોંચશે.” અમેરિકન રાષ્ટપતિએ પણ અમેરિકન નાગરિકોની મુક્તિમાં તેમની સરકારના વખાણ કર્યા હતા. તેમણે  “મારા રાષ્ટપતિ બન્યા પછી અત્યાર સુધીમાં ૪૦ અમેરિકન નાગરિકો મુક્ત થયા છે. ઈરાન અને અમેરિકા વચ્ચે ૨૦૧૫માં પરમાણુ કરાર પર હસ્તાક્ષર થયા હતા. આમાં ઈરાન કેટલીક શરતો સાથે પોતાનો પરમાણુ કાર્યક્રમ મોકૂફ રાખવા સંમત થયો. ૨૦૧૮માં ટ્રમ્પ પ્રશાસને આ સોદો રદ કર્યો હતો.  ઇરાને સમજૂતી હોવા છતાં પરમાણુ કાર્યક્રમ ચાલુ રાખ્યો છે. ઇરાન પર નવા પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા. ત્યારબાદથી બંને દેશો વચ્ચેના સંબંધો ખરાબ થયા. ઈરાનમાં ત્રણ અમેરિકનો હજુ પણ કેદમાં છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution