અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલનો સ્લેબ ધરાશાયી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, એપ્રીલ 2026  |   1881

અમદાવાદની જાણીતી એલડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં ગત રાત્રે સ્લેબ પડ્યો હતો. હોસ્ટેલના બ્લોક નંબર બીના એક રૂમમાં છતની સ્લેબનો એક ભાગ અચાનક ધરાશાઇ થયો હતો. આ ઘટનામાં એક વિદ્યાર્થીને ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ હોસ્ટેલની બિલ્ડીંગ જર્જરિત હોવાનો આક્ષેપ કર્યો છે. પંલગ પર બેઠેલા વિદ્યાર્થી પર સ્લેબ અચાનક જ તૂટી પડ્યો હોસ્ટેલના બ્લોક મ્માં રૂમ નંબર ૨૦૪માં આ ઘટના બની હતી. આ રૂમમાં ૨ બેડ હતા, જેમાં વિદ્યાર્થીઓ બેઠા હતા ત્યારે અચાનક સ્લેબ તૂટી પડ્યો હતો. જેમાં એક વિદ્યાર્થીના પીઠ પર ઈજા પહોંચી હતી. જે બાદ તાત્કાલિક વિદ્યાર્થીને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution