બ્રિટેનમાં લાઈવ રેડિયો શૉમાં PM મોદીનાં માતા માટે વપરાયા અપશબ્દ, જાણો શું છે મામલો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, માર્ચ 2021  |   11088

દિલેહી-

નવભારત ટાઇમ્સમાં આવેલા રિપૉર્ટ પ્રમાણે બ્રિટેનમાં બીબીસી એશિયાઇ નેટવર્કના 'બિગ ડિબેટ' રેડિયો શૉ દરમિયાન એક વક્તાએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા માટે અપશબ્દો કહ્યા. આ ઘટના સામે આવ્યા પછી સોશિયલ મીડિયા પર વિવાદ ખડો થયો છે. બ્રિટેનમાં રહેતા સિખો અને ભારતના લોકો પ્રત્યે જાતીય ભેદભાવ પર આયોજિત ડિબેટમાં સંપૂર્ણ ચર્ચા ભારતમાં ચાલતા ખેડૂતોન પ્રદર્શન તરફ વળી.

શૉ દરમિયાન એક કૉલરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબેન મોદી માટે અપમાનજનક શબ્દો કહ્યા. આ ઘટનાનો વીડિયો ટ્વિટર પર શૅર કરવામાં આવી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો કૉમેન્ટ કરીને આકરી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાય લોકો આ બીબીસીના રેડિયો શૉના પ્રસ્તોતા અને સંગઠન બન્નેની આકરી ટીકા કરી રહ્યા છે. તે કહી રહ્યા છે કે બીબીસીએ આ આપત્તિજનક ટિપ્પણી ઑનઍર જવા દીધી.

'બીબીસીને આ અપમાનજનક ટિપ્પણી માટે જવાબ આપવો પડશે'

કિરન બલખિયાએ કહ્યું કે શું બીબીસી આ વાત માટે માફી માગશે કે તેણે પોતાના કાર્યક્રમમાં લોકોના સામેલ થતાં પહેલા તેમની તપાસ કરી કે નહીં? આ પ્રકારની ભાષા એક સન્માનિત સંસ્થાન માટે નથી બની. નંદિનીએ લખ્યું કે બીબીસી અહીં શેને પ્રૉત્સાહન આપે છે. આ ખૂબ જ ગંભીર મુદ્દો છે અને બીબીસીને આ અપમાનજનક ભાષા અને પીએમ મોદીની માતા પર બિભત્સ કોમેન્ટ માટે જવાબ આપવો જોઇએ.

અમન દૂબેએ લખ્યું, "આ ખૂબ જ શરમજનક કૃત્ય છે. પીએમ મોદીની માતાને બીબીસીના રેડિયો શૉ પર અપશબ્દ કહેવામાં આવ્યા. આ ઑડિયોના વાયરલ થયા પછી ટ્વિટર પર બૉયકૉટ બીબીસી ટૉપ ટ્રેન્ડમાં પહોંચી ગયું છે. મોટી સંખ્યામાં ચીનના લોકો ભારતમાં પણ બીબીસી પર બૅન મૂકવાની માગ કરી રહ્યા છે. આ આખી ઘટના અંગે બીબીસીનું કોઇ નિવેદન આવ્યું નથી."

© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution