શહેર-જિલ્લામાં ધીમીધારે રાહતનો વરસાદ ઃ ઉઘાડની રાહ જાેતા ખેડૂતો
13, ઓગ્સ્ટ 2022 693   |  

વડોદરા, તા.૧૨

છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જિલ્લામાં ધીમીધારે સાવર્ત્રિક વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં પણ ધીમીધારે સમયાંતરે આખો દિવસ વરસાદ વરસતો રહ્યો છે અને વરસાદી માહોલને લઇને તાપમાનમાં પણ ઘટાડો થતાં વાતાવરણમાં ઠંડકનો અનુભવ શહેરીજનોને થઇ રહ્યો છે. છેલ્લા બે દિવસોથી ધીમો પરંતુ સતત વરસાદના કારણે અનેક સ્થળોએ પાણી ભરાયાં હતાં અને આ પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધવાની શકયતાઓના પગલે મચ્છરજન્ય અને પાણીજન્ય બીમારીઓને લઇને ચિંતા વધી છે.

વડોદરા શહેર સહિત જિલ્લાના પાદરા તાલુકાને છોડીને તમામ તાલુકાઓમાં સાવર્ત્રિક વરસાદ પડી રહ્યો છે. ચોમાસાના પ્રારંભે જ જિલ્લામાં ખેતીલાયક વરસાદ રહ્યો છે. સમયાંતરે સતત વરસાદના કારણે ખેડૂતોને ખેતીકામ માટે વરાપ મળી નથી અને ખેતરોમાં વરસાદી પાણીના કારણે ખેતીનું કામ ખોરંભે પડયું છે. ત્યારે ખેડૂતો પણ હવે વરસાદ વિરામ લે અને ખેડૂતોને ખેતરોમાં વરાપ મળે તો ખેતી કામ શરૂ કરી શકાય. જિલ્લામાં શાકભાજી પકવતા ખેડૂતોને પણ શાકભાજીના ઉત્પાદનને અસર જાેવા મળી રહી છે અને સ્થાનિક વિસ્તારોમાંથી શાકભાજીની આવક ઘટતાં શાકભાજીના ભાવો પણ વધી રહ્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution