સ્માર્ટ પ્રિપેડ વીજળી મીટર ફરજિયાત નહીં : ઊર્જા મંત્રી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
02, એપ્રીલ 2026  |   2673

લાંબા સમયથી દેશના ઘણા રાજ્યોમાં સ્માર્ટ પ્રી-પેડ વીજળી મીટરને લઈને હંગામો થઈ રહ્યો છે. લોકોનું કહેવું છે કે સ્માર્ટ મીટર સરકાર થોપી રહી છે. ઘણા લોકોએ દાવો કર્યો કે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ તેનું બિલ વધુ આવી રહ્યું છે. હવે સરકારે સ્માર્ટ વીજળી મીટરના યુઝર્સને મોટી રાહત આપી છે. દેશભરમાં સ્માર્ટ વીજળી મીટરને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે કેન્દ્ર સરકારે મોટું સ્પષ્ટીકરણ આપ્યું છે. કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહર લાલ ખટ્ટરે લોકસભામાં કહ્યુ કે પ્રીપેડ સ્માર્ટ ઈલેક્ટ્રિક મીટર બધા ગ્રાહકો માટે ફરજીયાત નથી.

લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક સવાલોનો જવાબ આપતા તેમણે આ જાણકારી આપી, જેમાં સામાન્ય ઉપભોક્તાઓને મોટી રાહત મળી છે. તાજેતરમાં તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે સરકાર બધા ઘરોમાં પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવવું ફરજીયાત કરી શકે છે.કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહર લાલ ખટ્ટરે સ્પષ્ટ કરી દીધું કે ગ્રાહકોને પ્રીપેડ સ્માર્ટ મીટર અપનાવવા માટે મજબૂર કરવામાં આવશે નહીં. આ સંપૂર્ણ રીતે વૈકલ્પિક છે અને ગ્રાહકો પોતાની સુવિધા અનુસાર પસંદગી કરી શકે છે. તેમણે તે પણ જણાવ્યું કે સ્માર્ટ મીટર અપનાવવાથી ગ્રાહકો, રાજ્યો અને વીજળી વિતરણ કંપનીઓ બધાને ફાયદો થઈ શકે છે. સરકાર અનુસાર પ્રીપેડ સ્માર્ટ મીટર વીજળી ઉપભોગને વધુ પારદર્શી અને નિયંત્રિત બનાવે છે. તેનાથી ગ્રાહકો પહેલાથી રિચાર્જ કરી વીજળીનો ઉપયોગ કરી શકે છે, જેનાથી બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રહે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution