26, જુલાઈ 2020
1089 |
આણંદ, તા.૨૫
મહામારી સ્વરૂપ કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા તકેદારીના ભાગરૂપે અને કોરોના વાઈરસથી બચવા સાવચેતીના પગલારૂપે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટની અનુશ્રામાં તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, આણંદના અધ્યક્ષ પી.એમ. રાવલના માર્ગદર્શન હેઠળ સિવિલલ કોર્ટ કમ્પાંઉન્ડ, સોજિત્રા ખાતેના કોર્ટ કમ્પાંઉન્ડ, કોર્ટરૂમ તથા વિવિધ શાખાઓમાં ડિસઈન્ફેકટન્ટ દ્વારા સેનિટાઈઝ કરવામાં આવ્યું હતું. તેમજ બોરસદ સિવિલ કોર્ટ ખાતે ફોગિંગ, જરૂરીયાતમંદોને માસ્ક વિતરણ, હોમિયોપેથીક દવાઓ અને ઉકાળાના વિતરણની કામગીરી કરવામાં આવી હતી.