સોમનાથનો ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકે વિકાસ થશે: યાત્રાધામ વિકાસ માટે ૫૫૦ કરોડ :
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, ફેબ્રુઆરી 2026  |   2673

 ગાંધીનગર, ગુજરાત યાત્રાધામના વિકાસ માટે બજેટમાં કરોડોની જાેગવાઇ કરાઇ છે. અંબાજી કોરીડોર માસ્ટરપ્લાન અને સર્વાંગી વિકાસ માટે રૂ.૩૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. બહુચરાજી, ગીરનાર અને નર્મદા પરિક્રમા માટે શ્રદ્ધાળુઓની સુવિધા માટે રૂ.૫૫ કરોડ જાેગવાઇ કરાઇ છે. બીચ ટુરિઝમ માટે પણ બજેટમાં અલગ બજેટ ફાળવવામાં આવ્યું છે. સોમનાથ, શિવરાજપુર અને વિસાવડા-પોરબંદરના વિકાસ માટે રૂ.૬૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. ઉપરાંત સોમનાથ અને અંબાજીમાં આઇકોનિક બસ સ્ટેશનો બનાવવાની પણ જાહેરાત કરાઇ છે. જેના માટે રૂ.૪૪૭ કરોડની ફાળવણી કરવામાં આવી છે. સોમનાથને ગ્લોબલ ડેસ્ટિનેશ તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત ગુજરાતની વેડિંગ ડેસ્ટિનેશન તરીકે પણ એક આગવી ઓળખ ઉભી થાય તેવા પ્રયાસ કરવામાં આવશે, સોમનાથમાં મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ બનાવા ૪૪૭ કરોડની ફાળવણી કરાઇ છે. સમગ્ર ભારતવર્ષની આન, બાન, શાન અને સ્વાભિમાનનું પ્રતિક એટલે સોમનાથ. વારંવાર થયેલા હુમલા છતાં પણ ૧ હજાર વર્ષ પૂર્વેથી સોમનાથ મંદિર લોકોની અતૂટ આસ્થાના કારણે આજે પણ ગર્વભેર અડીખમ ઊભું રહ્યું છે. આ અવસરને વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં શરૂ કરાયેલ “સોમનાથ સ્વાભિમાન પર્વ”ની ઉજવણી સમગ્ર વર્ષ દરમિયાન કરાશે. ગુજરાતની પવિત્ર ધરા પર હજારો વર્ષ જૂની સિંધુ સંસ્કૃતિના સાક્ષી એવા લોથલ અને ધોળાવીરા વિશ્વભરના પ્રવાસીઓ માટે નવા આકર્ષણના કેન્દ્ર બન્યાં છે. ઁસ્ મોદીના ડ્રીમ પ્રોજેકટ એવા ભારતની પ્રાચીન સંસ્કૃતિની અનુભૂતિ કરાવતું “નેશનલ મેરીટાઇમ હેરીટેજ મ્યુઝિયમ” લોથલ ખાતે નિર્માણ પામી રહ્યું છે. રાજ્યના પ્રવાસન સ્થળો ખાતે એક હજાર ટુરિસ્ટ ગાઇડને તાલીમ આપી તૈયાર કરવાનું આયોજન છે. ઉપરોક્ત આયોજનો માટે કુલ રૂ.૯૫ કરોડની જાેગવાઇ. રાજ્યની પરંપરા, મહેમાનગતિ અને ઐતિહાસિક ભવ્યતા સાથે “વેડ ઇન ગુજરાત કેમ્પેઇન દ્વારા ગુજરાતની વેડિંગ ડેસ્ટીનેશન તરીકે આગવી ઓળખ ઊભી કરવામાં આવશે. પવિત્ર યાત્રાધામ બહુચરાજીના નવનિર્માણ, જૂનાગઢના ગીરનાર ખાતે યોજાતા મહાશિવરાત્રીના મેળામાં અને માઁ નર્મદાની પરિક્રમા માટે આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે રૂ.૫૫ કરોડની જાેગવાઇ કરી હતી. સોમનાથ અને શિવરાજપુર બીચ પ્રવાસીઓ માટે વિશ્વસ્તરીય સુવિધાઓ સાથે આકર્ષક પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસી રહ્યાં છે. વિસાવડા-પોરબંદર ખાતે સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા કુલ રૂ.૬૦ કરોડની ફાળવણી. રાજ્યના પવિત્ર યાત્રાધામ સોમનાથ અને અંબાજી ખાતે આઇકોનિક બસ સ્ટેશન તેમજ અન્ય સ્થળોએ બસ સ્ટેશન બનાવવામાં આવશે અને સોમનાથ મુકામે મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબના ધોરણે અદ્યતન સુવિધા ધરાવતું બસ પોર્ટનું નિર્માણ કરવામાં આવશે. જેના માટે ૪૪૭ કરોડની ફાળવણી કરવામાં આવી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution