અમદાવાદમાં પુત્રે કરી માતાની કરપીણ હત્યા 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, સપ્ટેમ્બર 2025  |   અમદાવાદ   |   12276

અમદાવાદના સોલા સત્તાધારમાં લગ્ન કરવા બાબતે વિવાદ થતા દીકરાએ જ જનેતાની હત્યા કરી નાંખતા ખળભળાટ મચી ગયો હતો. આ બનાવ અંગે પોલીસે માતાની હત્યાના ગુનામાં પુત્રની સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. અહીં બહેને જ ભાઈ સામે માતાના ખૂનની ફરિયાદ નોંધાવી હતી.


અમદાવાદના સત્તાધાર પાસે વર્ધામાન ફ્લેટમાં દીકરાએ લગ્ન ન કરાવવા મામલે સગી માતા સાથે બોલાચાલી કરી હતી. આ દરમિયાન યુવક ઉગ્ર બનતાં માતાને પરફ્યુમની બોટલ મારી દે છે. જેમાં ઈજા પહોંચતા માતાને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. મગ્ર બનાવને લઈને આરોપીની બહેને વ્રજ મયંક કોન્ટ્રાક્ટર નામના તેના ભાઈ પર પોલીસ ફરિયાદ કરી છે, ત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી હોવાનું સામે આવ્યુ છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution