દિલ્હી-

છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનની માંગ થઇ રહી છે પણ પાર્ટી આ ચૂંટણીને ટાળી રહી છે. ૨૦૨૪ લોકસભા ચૂંટણી સુધી કોંગ્રેસ અધ્યક્ષ પદને લઇને કોઇ બદલાવ થતો નથી જાેવા મળી રહ્યો. જાેકે, પાર્ટીમાં બળવાખોર નેતાઓને સંગઠનમાં મહત્વની જવાબદારી આપવામાં આવી શકે છે. સુત્રોની માનીએ તો ૨૦૨૪ લોકસભા ચૂંટણી સુધી સોનિયા ગાંધી જ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ બન્યા રહેશે. સાથે એવી પણ સંભાવના છે કે દેશની સૌથી જૂની પાર્ટી યુવા ચહેરાઓને સંગઠનમાં પ્રમુખ પદો પર નિયુક્ત કરી શકે છે.

આગામી લોકસભા ચૂંટણી સુધી સોનિયા ગાંધી જ કોંગ્રેસના અધ્યક્ષ પદે રહેશે. રાહુલ ગાંધીના કોંગ્રેસ અધ્યક્ષના રૂપમાં નિયુક્ત થવાની સંભાવના નથી. જાેકે, ટોચના સ્તર પર ર્નિણય લેવાનું તે ચાલુ રાખશે. આગામી ૨૦૨૪ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા કોંગ્રેસ પાર્ટી એક મોટા ફેરબદલની યોજના બનાવી રહી છે, જેમાં યુવા કોંગ્રેસ નેતાઓ અને ગાંધીના વફાદારોને પાર્ટી સંગઠનની અંદર મહત્વપૂર્ણ ભૂમિકા મળી શકે છે.

સુત્રોની માનીએ તો પાર્ટીમાંથી ચાર કાર્યકારી અધ્યક્ષોની નિયુક્તીની આશા છે, જે મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મદદ કરશે. કોંગ્રેસમાં કાર્યકારી અધ્યક્ષ પદ માટે ગુલામ નબી આઝાદ, સચિન પાયલોટ, કુમારી શૈલજા, મુકુલ વાસનિક અને રમેશ ચેન્નીથલા સૌથી આગળ ચાલી રહ્યા છે. અહી આ જાણવુ જરૂરી છે કે ગુલામ નબી આઝાદ તે જી-૨૩ સમૂહના નેતા છે જેને સોનિયા ગાંધીને પત્ર લખીને સંગઠનમાં બદલાવની માંગ કરી હતી, બીજી તરફ સચિન પાયલોટ એક સમયે પોતાનો બળવાખોર વલણ બતાવી ચુક્યા છે.

જાેકે, કોંગ્રેસના નેતૃત્વ પરિવર્તનમાં પ્રિયંકા ગાંધીની શું ભૂમિકા હશે, તેના વિશે કોઇ જાણકારી નથી. સુત્રોની માનીએ તો પ્રિયંકા ગાંધી વાડ્રાની નવી ભૂમિકા વિશે કોઇ જાણકારી સામે આવી નથી. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની કમાન સંભાળી રહી છે જ્યા આવતા વર્ષે ચૂંટણી યોજાવાની છે.સોનિયા ગાંધીને કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષના રૂપમાં પદભાર સંભાળતા બે વર્ષથી વધુ સમય થઇ ગયો છે અને ત્યારથી કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ પદ માટે ચૂંટણી ટાળતી આવી રહી છે. આ પહેલા એવા સમાચાર હતા કે રાહુલ ગાંધી પાર્ટીમાં અધ્યક્ષ પદ સંભાળવા માટે સહમત થઇ ગયા છે. જાેકે, મે ૨૦૨૧માં કોંગ્રેસે દેશમાં કોરોનાની સ્થિતિનો હવાલો આપતા પાર્ટી અધ્યક્ષની ચૂંટણીને ટાળી નાખી હતી.