અસુવિધા માટે ખેદ છે: ગુગલની તમામ એપ્લીકેશનો ઠપ પડી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, ડિસેમ્બર 2020  |   3168

દિલ્હી-

સોમવારે સાંજે, અચાનક યુટ્યુબ અને જી-મેઇલ સહિતની ગૂગલની તમામ એપ્લિકેશનોએ કામ કરવાનું બંધ કરી દીધું. જે બાદ ગૂગલે ટ્વિટર પર ટ્રેન્ડિંગ શરૂ કરી દીધું હતું. ગૂગલની એપ્લિકેશન ડાઉન થવાની ફરિયાદો ઘણા લોકોએ ટ્વીટ કરી છે.

ભારતમાં માત્ર યુટ્યુબ અને જી-મેઇલ જ નહીં, પરંતુ ગૂગલ ડ્રાઇવ, ગૂગલ મીટ જેવી ઘણી મહત્વપૂર્ણ એપ્લિકેશનોની સેવા પણ અવરોધિત થઈ હતી. લોકો આ માહિતી સતત ગૂગલ ડાઉન હેશટેગ સાથે શેર કરી રહ્યાં છે. આથી જ ગૂગલ ડાઉન અને યુ ટ્યુબ ડાઉન હેશટેગ્સ ટ્વિટર પર સતત ટ્રેન્ડ કરવામાં આવે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution