સૌરવ ગાંગુલી પર રાજકારણમાં આવવાનુ દબાણ હતુ માટે બિમાર પડ્યા
04, જાન્યુઆરી 2021 396   |  

કોલકત્તા-

પૂર્વ ભારતીય કેપ્ટન અને બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીને શનિવારે હ્રદયરોગનો હુમલો આવ્યો હતો ત્યારબાદથી તે કોલકત્તાની વુડલેન્ડ્‌ઝ હોસ્પિટલમાં ભરતી છે. તેમની એંજિયોપ્લાસ્ટી થઈ છે. જ્યાં એક તરફ ક્રિકેટના આ મહાન ખેલાડીના જલ્દી સ્વસ્થ થવાની કામના આખો દેશ કરી રહ્યો છે ત્યાં બીજી તરફ સીપીઆઈ(એમ)ના વરિષ્ઠ નેતા અશોક ભટ્ટાચાર્યએ સૌરવ વિશે મોટુ નિવેદન આપ્યુ છે જેના પર હોબાળો મચી ગયો છે.

ગાંગુલીની હેલ્થ વિશે મીડિયા સાથે વાત કરતા અશોક ભટ્ટાચાર્યએ કહ્યુ કે અમુક લોકો ગાંગુલીનો રાજકીય રીતે ઉપયોગ કરવા માંગે છે અને આના કારણે તે ઘણા પ્રેશરમાં હતા આના કારણે તેમની હાલત બગડી, તેમણે કહ્યુ કે ગાંગુલી રાજકીય મિજાજના નથી, તેમને એક સારા ખેલાડી તરીકે ઓળખવામાં આવે, મારા ખ્યાલથી તેમની બિમારીનુ કારણ તેમના પર કરવામાં આવેલ દબાણ છે. તમને જણાવી દઈએ કે અશોક ભટ્ટાચાર્યને ગાંગુલી પરિવારની નજીક માનવામાં આવે છે.

ભટ્ટાચાર્ય ગાંગુલીની તબિયત પૂછવા હોસ્પિટલમાં ગયા હતા, તેમને મળ્યા બાદ તેમણે મીડિયા સાથે વાતચીત કરી. તેમણે એ પણ કહ્યુ કે મે તેમને કહ્યુ હતુ કે તમે રાજનીતિમાં ન આવો, જેને ગાંગુલીએ પણ ફગાવ્યુ નહોતુ. મને લાગે છે કે આપણે તેમના પર રાજકીય દબાણ ન કરવુ જાેઈએ. ઉલ્લેખનીય છે કે એવી અટકળો છે કે સૌરવ ગાંગુલી ભાજપમાં શામેલ થઈ શકે છે અને આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ચૂંટણી જંગમાં ઉતરી શકે છે. વળી, ટીએમસી તરફથી પણ તેમના પર પાર્ટીમાં આવવા માટે પ્રેશર કરવામાં આવી રહ્યુ છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution